________________
ગાથા – ૬૪].
[૧૪૭
(૩) મુનિને સંવરની કેટલી ઉગ્ર દશા હોય તેની ખબર નથી, (૪) મુનિને નિર્જરા કેવા પ્રકારની હોય તેની ખબર નથી અને તેને (૫) મુનિએ દ્રવ્યનો (-જીવનો) કેટલો આશ્રય લીધો છે તેની પણ ખબર નથી.
આવી વાત છે! શું એ વાત કાંઈ શ્રી કુંદકુંદાચાર્ય એમ જ (-વિના પ્રયોજને) કહી દીઘી છે કે મુનિ વસ્ત્રનો ધાગો રાખે તો નિગોદમાં જશે? તે કાંઈ એમ ને એમ કહી દીધું નથી. તેની (વસ્ત્ર સહિત મુનિપણું માનનારની) તો નવે તત્ત્વમાં મોટી ભૂલ છે અને તે તો મિથ્યાત્વભાવ છે. માટે તે નિગોદમાં જશે' એમ કહ્યું છે. મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. (સમયસારના પરિશિષ્ટમાં અનેકાંતના) ૧૪ બોલમાં એકાંતવાદી મિથ્યાદષ્ટિને ‘પશુ' કહ્યો છે ને? કે એકાંત માનનારો (મિથ્યાદષ્ટિ) તો પશુગતિમાં અવતરશે. આવો માર્ગ છે બાપુ! આ કાંઈ કોઈ વ્યક્તિ માટે વાત નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ આવું છે. વસ્તુ આમ પોકારી રહી છે એમ અહીં કહે છે.
‘ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે.'
અપહૃતસંયમવાળાને શુભભાવ હોય છે. તેથી શુભભાવનું નિમિત્ત (એવા પુસ્તક, કમંડળ વગેરે) પણ હોય છે. જ્યારે ઉપેક્ષાસંયમવાળા પરમજિનમુનિઓને એકાંતે-સર્વથા શુભરાગનો ત્યાગ હોય છે. તેથી બાહ્ય ઉપકરણોનો પણ તેમને ત્યાગ હોય છે.
મુનિને છઠું-સાતમું ગુણસ્થાન (દિવસમાં) હજારો વાર આવે છે. એક અંતર્મુહૂર્તમાં પણ છઠું-સાતમું ગુણસ્થાન અનેક વાર આવે છે. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ – મુદત જ પોણી સેકંડની અંદર છે અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ તેનાથી અડધી છે. મુનિ તે બે ગુણસ્થાનોમાં આવ-જા કર્યા કરે છે. પણ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે અર્થાત્ વિકલ્પ ઉઠે છે ત્યારે તેમને વ્યવહારી સાધુ કહેવાય છે અને વિકલ્પનો અભાવ થઈને
જ્યારે (સાતમા ગુણસ્થાનમાં) શુદ્ધોપયોગમાં સ્થિર થાય છે ત્યારે તેમને નિશ્ચય સાધુ, સર્વત્યાગી સાધુ કે ઉપેક્ષા સંયમવાળા સાધુ કહેવાય છે. એટલે કે તેમને બધી ઉપેક્ષા થઈ ગઈ છે, અંદરમાં ઠર્યા છે. આ વાત શ્રી ‘પ્રવચનસારના ત્રીજા અધિકારમાં પણ ભાઈ! આવે છે ને? કે અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. (ગાથા ૨૨૨) તથા શ્રી પ્રવચનસાર’માં એ પણ કહ્યું છે ને? કે મુનિને શરીર છે તે—કે જે સદાય સાથે છે તે– ઉપકરણ છે, મુનિ