________________
૧૪૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગુરુની વાણી સાંભળે તે પણ ઉપકરણ છે તેમ જ મુનિ વિનય કરે તે પણ ઉપકરણ છે. છતાં પણ તેની સ્પૃહા નથી. (ગાથા ૨૫ તથા ૨૨૬) કેમ કે તે (વાણી સાંભળવી, વિનય કરવો વગેરે) વિકલ્પ છે ને? આવો માર્ગ છે. અહા! નિર્મળતાની ધારામાં આવો (વિનયનો કે વાણી સાંભળવાનો) વિકલ્પ ઉઠ તે, કહે છે કે, મલિનતા છે હોં. અને તે સાસવી સાધુ છે હોં. જ્યારે સાતમાં ગુણસ્થાનવાળા નિરાસવી સાધુ છે. આવી પ્રવચનસારમાં મૂળ ગાથા છે. (ગાથા ર૪૫) ગજબ વાત છે! લ્યો, આવું સત્ય છે. અહા! સત્ય તે સત્ય જ છે. સત્યને કાંઈ આડું-અવળું કરવાની જરૂર નથી.
અહીં કહે છે કે પરમજિનમુનિઓ – જિન વીતરાગસ્વરૂપ આત્મામાં અંદર ઠરી ગયેલા મુનિઓ–શુદ્ધોપયોગમાં રમનારા મુનિઓ–સર્વથા નિસ્પૃહ હોય છે અને તેથી બાહ્ય ઉપકરણ રહિત હોય છે અર્થાત્ તેમને વાણી સાંભળવી, વિનય કરવો વગેરે એવા ઉપકરણ હોય નહીં તથા જ્ઞાન ને સંયમના નિમિત્તરૂપ જે (જડ) ઉપકરણ છે તે પણ હોય નહીં. તેમને કાંઈ (-કોઈ ઉપકરણ) ન હોય. (હા), હવે પછી, તેમને અત્યંતર ઉપકરણ હોય એમ કહેશે હોં. જ્યારે અપહતસંયમીને છઠ્ઠા ગુણસ્થાને સાચા જ્ઞાન ને સંયમ હોવા છતાં શુભ વિકલ્પ ઉઠે છે, શુભરાગરૂપ અલ્પ સ્પૃહા રહી ગઈ છે, જ્ઞાન અને સંયમના ઉપકરણો લેવા-મૂકવાની વૃત્તિ હોય છે. તેથી, કહે છે કે, તેઓ સર્વથા નિસ્પૃહ નથી. આવી વાત છે. અરે! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આ દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. પણ વસ્તુની મર્યાદાની સ્થિતિનું વર્ણન છે. તો, અહીં વસ્તુની મર્યાદાના વર્ણનમાં મુનિની ભૂમિકામાં મલિનતાનો અંશ કેટલો હોય અને મલિનતા ટળીને નિર્મળતા કેટલી હોય તેનું વર્ણન છે.
“અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી.”
સહજ જ્ઞાન = ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. જુઓ, હવે કહે છે કે અત્યંતર ઉપકરણભૂત સહજ જ્ઞાન છે અને તે મુનિનું ઉપકરણ છે. પૂર્ણાનંદસ્વરૂપ અખંડ અભેદ એવા નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે આ નિરુપાધિસ્વરૂપ સ્વાભાવિક જ્ઞાન છે – જે પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે - તે એક જ મુનિને ઉપાદેય છે. તે સિવાય વર્તમાન પર્યાય પણ ઉપાદેય નથી. અરે! આવી વસ્તુની સ્થિતિ છે એમ પહેલાં નક્કી-નિર્ણય તો કરે? પરંતુ જેને દેવ-ગુરુ કેવા હોય, શાસ્ત્રના કથન કેવા હોય તેના નિર્ણયના પણ