________________
ગાથા - ૭૬]
[૩૦૧
ગાથા ૭૬ ઉપરનું પ્રવચન
‘આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.’ અહીં વ્યવહારચારિત્ર-અધિકારનું વ્યાખ્યાન પુરું કરવામાં આવે છે અને હવે નિશ્ચયચારિત્રની વ્યાખ્યા આવશે એમ કહે છે.
‘આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે.’ નિશ્ચય ગુપ્તિમાં શુદ્ધતા છે. માટે તે અહીં ન લેવી, પણ નિશ્ચય-વ્યવહાર ગુપ્તિમાંથી વ્યવહાર ગુપ્તિનો શુભભાવ છે તે અહીં લેવો. કેમ કે વ્યવહારચારિત્રની વાત કરવી છે ને? તો, કહે છે કે પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચયવ્યવહાર ગુપ્તિમાંથી શુભભાવરૂપ વ્યવહાર ગુપ્તિ અને પંચપરમેષ્ઠીનું ધ્યાન એ બધો શુભભાવ છે. લ્યો, પંચપરમેષ્ઠીનું ધ્યાન પણ શુભભાવ છે, તેમાં શુદ્ધતા નથી એમ કહે છે. અને તે બધાને (પંચમહાવ્રત, પંચસમિતિ, વ્યવહાર ગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનને) વ્યવહારનયથી પરમ ચારિત્ર કહેવામાં આવે છે. નિશ્ચયનયથી શુદ્ધતા એ પરમ ચારિત્ર છે અને વ્યવહારથી શુભભાવને પરમ ચારિત્રનો આરોપ દેવામાં આવે છે. પરંતુ તે પણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત છે તેના શુભભાવને પરમ ચારિત્રનો આરોપ આપવામાં આવે છે હોં. તે સિવાય અજ્ઞાનીની (અજ્ઞાનીના શુભભાવની) અહીં વાત નથી.
અહા! જેને નિશ્ચય આત્મસ્વરૂપનો અંતરમાં અનુભવ થયો છે અર્થાત્ જેને આનંદસ્વરૂપની શ્રદ્ધા, આનંદસ્વરૂપનું જ્ઞાન ને આનંદસ્વરૂપમાં રમણતા થઈ છે તેને તે રમણતામાં ઓછપ છે અને પૂર્ણ વીતરાગતા નથી તેથી વચ્ચે આવો શુભભાવ આવે છે
હોય છે. તે શુભભાવને વ્યવહારનયથી ચારિત્ર કહેવામાં આવે છે. પણ અજ્ઞાનીના શુભભાવની અહીંયા વાત નથી. તો, અહીં કહ્યું કે, જેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેને આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારનયથી ચારિત્ર કહેવાય છે.
-
‘હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રવ્ય (-દેખવાયોગ્ય) છે.' ચાર અધિકાર પુરા થયા. હવે પાંચમો અધિકાર આવશે (અને તેમાં નિશ્ચયચારિત્ર કહેવામાં આવશે.) અહા! પરમ પંચમભાવમાં લીનતા એ નિશ્ચયચારિત્ર છે. પોતાનું ત્રિકાળી પરમાત્મસ્વરૂપ છે તેમાં લીનતા જામવી તે નિશ્ચયચારિત્ર છે અને તે પંચમગતિના