________________
ગાથા – પ૭]
[૨૫
પરંતુ જ્યાં દ્રવ્યસ્વભાવનું ભાન અને વીતરાગી નિર્મળ પરિણતિ જ નથી ત્યાં શુભરાગને વ્યવહાર કહેવામાં આવતો નથી. કેમ કે શુભરાગને-વ્યવહારને જાણનાર જાગ્યો નથી તો શુભરાગને વ્યવહાર કહેવો ક્યાંથી? “શુદ્ધ છું અને આ રાગ ભિન્ન છે' એમ ભિન્નતા જાણનાર જાગ્યો નથી અર્થાત્ રાગથી ભિન્ન રહેલી વસ્તુને જાણનાર જે રાગથી ભિન્ન પડેલો ભાવ છે તે જ્યાં જાગ્યો ન હોય ત્યાં વ્યવહાર કહેવો કયાંથી? પણ અહીં તો જાગેલાની વાત છે. પૂર્ણાનંદ પૂર્ણસ્વરૂપ પ્રભુ ચૈતન્ય ભગવાન આત્માને જેની દષ્ટિએ અને જ્ઞાનપર્યાયે કબજે કરી લીધો છે તેને અર્થાત્ નિર્વિકલ્પ નિર્દોષ વીતરાગ પર્યાય-દશા
જ્યાં વર્તે છે તેવી ભૂમિકામાં જે વ્રતના ભાવ હોય તેને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. માટે એકલા વ્રતની (-શુભભાવની) આ વાત નથી. અહા! આ ઝીણું છે.
પ્રવચન નં. NST / પર
તારીખ ૨૨-૬-૭ર
ગાથા - ૫૭ / શ્લોક - ૭૭