________________
ગાથા – ૬૬]
[૧૮૩
શ્લોક
૯૧ ઉપરનું પ્રવચન
-
‘જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે......' – મુનિને આવો વિકલ્પ હોય છે કે જેમાં અશુભભાવનો ત્યાગ છે.
-
‘જે વિજિતેંદ્રિય છે (અર્થાત્ જેણે ઇંદ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અત્યંતર સંગ રહિત છે......' – મુનિને બાહ્યમાં વસ્ત્ર-પાત્ર આદિનો સંગ નથી અને અંદરમાં-અત્યંતરમાં રાગનો પણ સંગ નથી.
‘અને જે શ્રીજિનંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે.’ મુનિ તદ્ન વીતરાગ ભાવના સ્મરણમાં છે તે નિશ્ચય મનોગુપ્તિ છે અને સ્વરૂપના ભાન સહિતની સ્થિરતાની સાથે જિનેન્દ્રના સ્મરણનો વિકલ્પ છે તે વ્યવહાર મનોગુપ્તિ છે. વ્યવહાર મનોગુપ્તિમાં માત્ર અશુભભાવ છૂટ્યો છે, જ્યારે નિશ્ચય-પરમાર્થ મનોગુપ્તિમાં બન્ને શુભ ને અશુભભાવ છૂટીને મુનિરાજ વીતરાગ પરિણતિરૂપે પરિણમે છે. લ્યો, આ પરમાર્થ-નિશ્ચય મનોગુપ્તિ છે કે જે મોક્ષનું કારણ છે.
ગાથા ૬૬ની ટીકામાં ‘અશુભપરિણામપ્રત્યયો’ એવો શબ્દ લીધો છે. તેથી નીચે ફૂટનોટમાં ખુલાશો કર્યો કે અશુભ પરિણામની સાથે શુભપરિણામ પણ આસવ છે, બંધનું જ કારણ છે. –આમ સ્પષ્ટ કર્યું છે. પણ તેથી શુભપરિણામનો ત્યાગ તે વ્યવહાર મનોગુપ્તિ છે એમ લેવું નહીં. કેમ કે અશુભપરિણામનો ત્યાગ તે વ્યવહાર મનોગુપ્તિ છે. જ્યારે બન્ને શુભ-અશુભભાવનો ત્યાગ તે નિશ્ચય મનોગુમિ છે. અને તે વાત આગળ કહેશે. નિશ્ચય મનોગુપ્તિ, નિશ્ચય વચનગુપ્તિ અને નિશ્ચય કાયગુપ્તિ – એમ ત્રણેય નિશ્ચય ગુપ્તિની વાત આગળ (ગાથા ૬૯ ને ૭૦માં) લેશે. અહા! એક-એક વાત જેવી છે તેવી જાણવી જોઈએ. તેમાં જો કાંઈ પણ ગરબડ કરશે તો ચાલશે નહીં.
અંતરમાં જેટલી વીતરાગભાવની નિર્વિકલ્પ દશા પ્રગટે તેટલી જ સાચી ગુપ્તિ છે અને તે જ મોક્ષનું કારણ છે. જ્યારે તે ભૂમિકામાં અશુભભાવનો ત્યાગ અને શુભભાવનો વિકલ્પ હોય તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે કે જે આસવ છે. વ્યવહાર મનોગુપ્તિમાં આત્માનું અશુભભાવથી ગોપન હોય છે પણ શુભભાવથી નહીં. તેથી, માત્ર અશુભભાવથી જ ગોપન હોય છે તે કારણે, તે વ્યવહાર મનોગુપ્તિ છે. પરંતુ મુનિને યોગ્ય વીતરાગી દશા જેને હોય તેને જ વ્યવહાર મનોગુપ્તિ હોય હોં. તે સિવાય જેને અંતરમાં ચૈતન્યનો