________________
૨૮૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક - ૧૦૫ ઉપરનું પ્રવચન ઉપાધ્યાય કેવા હોય તેની વ્યાખ્યા ગાથા ૭૪માં થઈ ગઈ છે. હવે તેનો શ્લોક છે.
રત્નત્રયમય'. જૈનના ઉપાધ્યાય એને કહીએ કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર—એ ત્રણ રત્નમય અભેદ પરિણતિ થઈ છે. પૂર્ણ આનંદસ્વરૂપ શુદ્ધ આત્માનો આશ્રય લઈને જેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય અભેદ પરિણતિ થઈ છે તેને ઉપાધ્યાય કહે છે. જો કે સાધુને પણ તે રત્નત્રય હોય છે. પણ ઉપાધ્યાયમાં ફેર (-વિશેષતા) આટલો છે કે તેઓ ભવ્યકમળના સૂર્ય છે અને જિનકથિત પદાથોના ઉપદેશક છે. -આટલી વિશેષતા ઉપાધ્યાયમાં છે.
શુદ્ધ'. ઉપાધ્યાય શુદ્ધ છે એટલે કે તેમને શુદ્ધરૂપ રત્નત્રયમય વીતરાગી પરિણતિ પ્રગટ થઈ છે.
“ભવ્યકમળના સૂર્ય'. ઉપાધ્યાય લાયક પ્રાણીરૂપી કમળના સૂર્ય છે. જેને ચૈતન્યપ્રકાશ પ્રગટવાની અંતરમાં યોગ્યતા છે તે ભવ્યરૂપી કમળને માટે ઉપાધ્યાય સૂર્ય સમાન છે.
“અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક’. ઉપાધ્યાય વીતરાગે કહેલા પદાર્થોના ઉપદેશક છે. સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે જે પદાર્થો કહ્યા તેને ઉપદેશવામાં ઉપાધ્યાય સમર્થ છે.
“એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું.” એટલે ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ મુનિ કહે છે કે આવા દશાવંતને અર્થાત્ (૧) જેને વીતરાગદશાપરિણતિ પ્રગટ થઈ છે, (૨) જે શુદ્ધ છે, (૩) જે ભવ્યકમળના સૂર્ય છે અને (૪) જે જિનકથિત પદાર્થોના ઉપદેશક છે તે ઉપાધ્યાયોને હું ફરીફરીને વંદન કરું છું. આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને? એટલે અહીં ઉપાધ્યાયને વંદન કરે છે.
ગાથા – ૭૪ ] શ્લોક - ૧૦૫J
પ્રવચન નં. NSS / ૬૬
૬૭
તારીખ ૧૩-૭-૭૧ ૧૪-૭-૭૧