________________
ગાથા – ઉ૪].
[૨૮૭
મારગ છે, તેમાં વિપરીતતા ન ચાલે.) અહીં કહે છે કે (૧) જેને અંતરમાં વીતરાગતા પ્રગટી છે અર્થાત્ નિશ્ચય સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવરત્નત્રય પ્રગટ્યા છે અને (૨) જે ભગવાનના કહેલા પદાર્થને કહેવામાં શૂરવીર છે તથા (૩) જે નિજ પરમાત્મતત્ત્વમાં – ત્રિકાળી ધ્રુવ શુદ્ધ પોતાના ભગવાન આત્મામાં – એકાગ્ર થયા છે તે ઉપાધ્યાય છે.
અહા! “નિજ પરમાત્મતત્ત્વ' - એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે અને તેની ભાવના – તેમાં એકાગ્ર થવું – તે પર્યાય છે. તો કહે છે કે, નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે કે એકાગ્રતાથી ઉત્પન્ન થતાં પરમ વીતરાગ સુખામૃત... જુઓ! એમ કહે છે કે નિજ પરમાત્મતત્ત્વની એકાગ્રતાથી આ પરમ વીતરાગ સુખામૃત ઉત્પન્ન થાય છે. પરમ વીતરાગ સુખરૂપી અમૃત અંતરમાંથી પ્રગટે છે અને ઉપાધ્યાયની આ જ દશા હોય છે. અર્થાત્ આવી દશાવાળાને જ ઉપાધ્યાય કહેવામાં આવે છે.
પરમ વીતરાગ સુખામૃતના પાનમાં – પરમ વીતરાગ સુખરૂપી અમૃતના પીણામાંસન્મુખ હોવાથી..... મતલબ કે ઉપાધ્યાય આનંદના પીણામાં સન્મુખ છે. અને તેથી જ.... - આમ કહીને કારણ આપે છે કે આ કારણે જ ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત છે. લ્યો, ઉપાધ્યાય નિષ્કાંક્ષભાવના સહિત છે એમ કહે છે. પાઠમાં પણ ‘શિવમીવદય' છે ને? અર્થાત્ ઉપાધ્યાય ઈચ્છા વિનાની ભાવના સહિત છે એમ કહેવું છે. ઉપાધ્યાય ઉપદેશ આપે તો એમને ઈચ્છા હોતી નથી કે અમે આવો ઉપદેશ કરીએ છીએ તેથી મોટી સભા ભરાય અને માર્ગમાં અમારા નામ નીકળે (જૈનધર્મમાં અમારા નામ પ્રસિદ્ધ થાય). અરે ભગવાન! નામ ક્યાં નીકળે? (-નામ કોનું પ્રસિદ્ધ થાય?) અરે! આત્માને નામ જ કયાં છે (કે જેથી પ્રસિદ્ધ થાય). અહીં કહ્યું કે ઉપાધ્યાય અંદર આનંદના પીણામાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત છે.
આવાં લક્ષણથી લક્ષિત તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.” લ્યો, વીતરાગ માર્ગમાં- જૈનમાં - આવા ઉપાધ્યાયો હોય છે. અહા! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય બીજે ક્યાંય અન્યમાં તો કોઈ સાચા ઉપાધ્યાય છે જ નહીં. પરંતુ જૈનોમાં પણ આવા ઉપાધ્યાય હોય છે.