________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
‘(૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત’. લ્યો, ઉપાધ્યાય નિ:કાંક્ષ કેમ છે તેની વાત કરે છે. અહા! ત્રિકાળી પરમ તત્ત્વ એવા આત્માનું સ્વરૂપ સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ છે અર્થાત્ વિકલ્પનો પણ તેમાં ત્યાગ છે. આવું નિરંજન નિજ પરમાત્મતત્ત્વ છે – ત્રિકાળી શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા છે...અહા! જે વિકલ્પના પણ પરિત્યાગસ્વરૂપ છે તેમ જ જેમાં અંજન-મેલ નથી એવું નિરંજન નિજ પરમાત્મતત્ત્વ છે... જોયું? ‘ભગવાનનું તત્ત્વ’ એમ નથી કહ્યું, પરંતુ ‘નિજ પરમાત્મતત્ત્વ’ કહ્યું છે અને એની ભાવના કહી છે. દેખો, અહીંયા ‘ભાવના’ કહી છે. તે ભાવના એટલે આનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મામાં એકાગ્રતા. તે સિવાય કોઈ કલ્પના કરે કે ચિંતવના કરે એ ભાવના નથી.
૨૮૬]
અહીં કહે છે કે જેમાં પરનો બિલકુલ અભાવ છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થતા એટલે કે નિજ-પોતે આનંદસ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા છે એની એકાગ્રતાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં ઉપાધ્યાય સન્મુખ છે. અહા! ઉપાધ્યાય તો પરમ વીતરાગ સુખરૂપી અમૃતના નિર્વિકલ્પ પીણામાં સન્મુખ છે. મતલબ કે તેઓ અતંદ્રિય આનંદને પીવામાં-અનુભવવામાં સન્મુખ છે. અને તેથી નિઃકાંક્ષભાવના સહિત છે અર્થાત્ તેમને કાંક્ષા હોતી નથી. ભારે વાતુ ભાઈ!
પ્રશ્ન:- આ કલાકમાં કંઈ એવું ન આવ્યું કે ભગવાનની ભક્તિ કરજો, પૂજા કરજો, દયા પાળજો, વ્રત કરજો. - એવું તો આમાં આવ્યું નહીં?
સમાધાન:- ભાઈ! આ આત્મવસ્તુ છે એનાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા થયા પછી તેમાં લીન રહી શકે નહીં ત્યારે એવો શુભ વિકલ્પ આવે છે. પણ એ શુભ વિકલ્પની વાતનું અહીંયા કામ નથી. કેમ કે અહીં તો પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ એવા સંતો-ઉપાધ્યાયની વાત છે. તેઓ નિર્વિકલ્પ આનંદના રસના પીણામાં તત્પર છે, સન્મુખ છે અને ઇચ્છાથી વિમુખ છે.
અરે! અજ્ઞાની તો જ્યાં થોડું બોલતા અને કહેતા આવડે ત્યાં, ઉપાધ્યાયપણાના ઠેકાણા ન હોય તોપણ, ઉપાધ્યાયનું પદ લઈ લે છે. પણ ભાઈ! એવી વસ્તુસ્થિતિ (ઉપાધ્યાયનું સ્વરૂપ) નથી બાપા! વસ્તુસ્થિતિ તો આ (અહીં કહે છે તે) છે. આ વીતરાગ