________________
ગાથા – ૭૪]
[૨૮૫
‘(૨) જિરેંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર'. દેખો! કોઈએ કલ્પનાથી શાસ્ત્રો-સૂત્રો લખ્યા હોય એ નહિ, પણ જિનંદ્રનું મુખરૂપી અરવિંદ-કમળ છે તેમાંથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વને - ઉપાધ્યાય ઉપદેશવામાં શૂરવીર છે. છતાં તેમને કાંક્ષા હોતી નથી. તેથી તો વિવમાવદિય – નિઃકાંક્ષભાવ સહિત’ એમ શબ્દ છે ને? એટલે કે આપણે કહીએ છીએ, બોલતા આવડ્યું છે, શીખવાડતા આવડ્યું છે એટલે આપણા માનનારા તો થશે, આપણો પક્ષ તો કરશે – એવી કાંક્ષા ધર્માત્માને (ઉપાધ્યાયને) હોતી નથી એમ કહે છે. સમાણું કાંઈ? અહા! “એવો મારગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન. અરે! ભગવાને કહેલો વીતરાગ મારગ દુનિયાને સાંભળવા મળતો નથી. તેને એનાથી ઉલટો મારગ સાંભળવા મળે છે અને તેને સાચો માને છે. અરેરે! જિંદગી ચાલી જાય છે. ભાઈ! બહારમાં કોઈ શરણ નથી. જે કોઈ શરણ હોય તો તે ભગવાન આત્માનું–પોતાનું–સ્વરૂપ છે તથા તેને આશ્રયે પ્રગટેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર—એ સ્વભાવરત્નત્રય શરણ છે.
અહીં કહે છે કે ઉપાધ્યાય પ્રગટ સ્વભાવરત્નત્રયવાળા છે અને ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા નવ પદાર્થના ઉપદેશમાં શૂરવીર છે. પણ આવા સ્વભાવરત્નત્રયવાળા હોય તે ઉપાધ્યાય ઉપદેશમાં શૂરવીર છે એમ ભાઈ! કહેવું છે હોં. અર્થાત્ ઉપાધ્યાય નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા ન હોય અને માત્ર ઉપદેશ દેવામાં જ સમર્થ હોય એમ નથી. એટલે તો પહેલાં એ સ્થાપ્યું (-કહ્યું) કે તેઓ શુદ્ધ નિશ્ચય
સ્વભાવરત્નત્રયવાળા છે. જુઓ ને! અહીંયા પાઠ જ છે ને? કે ‘ત્તિયસંગુત્તા’ | અને પછી એ લીધું કે “
વિશ્વહિત્યસયા સૂરત ' અહા! શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા એવા ઉપાધ્યાય – એ પહેલાં લીધું અને પછી એ લીધું કે તેઓ જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર છે. જો કે ઉપાધ્યાયનો ઉપદેશ-વાણી તો વાણીને કારણે નીકળે છે, પરંતુ ઉપાધ્યાયના જ્ઞાનના ક્ષયોપશમની અંદર એટલી શૂરવીરતા છે કે – તેમના જ્ઞાનનો ક્ષયોપશમ એટલો (મોટો) છે કે – તેઓ ભગવાને કહેલા પદાર્થને સમજાવવામાં સમર્થ છે એમ કહેવું છે. અહા! ભાષા તો ભાષાને કારણે નીકળે છે, પણ ઉપાધ્યાયના જ્ઞાનના ક્ષયોપશમની અંદર એવી દશા છે કે તેઓ આ રીતે—શૂરવીરપણે સમજાવે છે. પરંતુ જે શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા હોય તે ઉપાધ્યાય સમજાવવામાં સમર્થ છે હોં.