________________
૨૮૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે અને તેણે સ્થિરતાને અમલમાં મૂકી છે. લ્યો, આને (સ્થિરતાને, રમણતાને) અનુષ્ઠાન
કહીએ.
આ રીતે, અવિચલિત અખંડ અભેદ પરમ ચિટૂંપની મતલબ કે ત્રિકાળી ચૈતન્યબિંબ પરમ સ્વભાવભાવ પ્રભુ આત્માની અંતર શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં અનુષ્ઠાન તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અને આવા......... ભાષા જુઓ! બધું વજન અહીંયા છે.......... શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા ઉપાધ્યાય હોય છે. આનો અર્થ એ થયો કે અહીંયા વ્યવહારરત્નત્રયની ના પાડે છે કે ઉપાધ્યાય વ્યવહારરત્નત્રયવાળા નથી, પણ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે. ફરીને જોયું? અહીંયા (નિશ્ચયરત્નત્રયને) શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રય કહ્યા એટલે વ્યવહારરત્નત્રય વિભાવરત્નત્રય સિદ્ધ થયા. અર્થાત્
વ્યવહારસમકિત, વ્યવહારજ્ઞાન અને વ્યવહારચારિત્ર એ વિભાવરત્નત્રય છે, કેમ કે એ રાગ છે.
આ રીતે કહ્યું કે ઉપાધ્યાય શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે.
અહા! અજ્ઞાનીને શાસ્ત્રની થોડી વાત મોઢે આવડે અને કહેવા માંડે એટલે થઈ રહ્યું! (અભિમાન થઈ જાય છે અને) કુગુરુ તેને કહે: ‘હવે તમે દીક્ષા લ્યો તો અમારી પાસે લેજો. કેમ કે અમે તમને શીખવીએ છીએ.” અરે! કોઈ તો અભિગ્રહ-બાધા પણ લેવડાવે છે કે દીક્ષા લેવી તો અહીંયા લેવી. -આ રીતે વાડાબંધી થઈ જાય છે. અહીં કહે છે કે વીતરાગ માર્ગમાં એવું (એવી રીત, એવો પ્રકાર) હોઈ શકતું નથી. કારણ કે એ (ગુરુ, ઉપાધ્યાય) પોતે શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા છે. તેથી તેમને કાંક્ષાઈચ્છા જ નથી કે અમે પ્રરૂપણા કરીએ છીએ, બીજાને સમજવીએ છીએ તેથી બીજા અમારા શિષ્ય થાય.
જુઓ, અહીંયા (ઉપાધ્યાયની વ્યાખ્યામાં) નિઃકાંક્ષ ભાવ નાખ્યો છે. એમાં શો હેતુ છે? કે ઉપાધ્યાય પ્રરૂપણા કરે છે એનાથી “આ મારા શિષ્યો થશે અને મને માનશે' એવી કાંક્ષા તેમને હોતી નથી એમ કહેવું છે. તેથી નિઃકાંક્ષ ભાવ અહીં નાખ્યો છે. ઉપાધ્યાય ભણાવે છે ને? તેથી આટલા જીવો મારી પાસે ભણે છે તો, આટલા જીવો મને માનતા થશે, મારા શિષ્યો થશે' એવી કાંક્ષા જૈનદર્શનના ઉપાધ્યાયને હોતી નથી.