________________
૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સમિતિ —પણ મુક્ત છે. આ રીતે, જેમ આત્મા મુકતસ્વરૂપ છે, તેની પૂર્ણ પર્યાય મુક્ત છે તેમ મુક્તિની સખી એવી આ સમિતિ અર્થાત્ સમિતિનંત જીવ પણ મુક્ત છે.
અહા! ભગવાન આત્મા મુક્તસ્વરૂપ-અબંધસ્વરૂપ જ છે. જ્ઞાનભાવ, આનંદભાવ આદિ અનંત ગુણના એકરૂપ ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે તે મુક્ત જ છે. એ મુક્તરૂપની પૂર્ણ મુકતપર્યાય થાય અર્થાત્ આનંદ આદિ બધા ગુણોની પૂર્ણ પરિણતિરૂપ પૂર્ણ મુક્તિ થાય તેની સખી તે સમિતિ છે. મતલબ કે મુક્તસ્વરૂપ આત્માના શુદ્ધ પરિણમનની ગતિ એવી સમિતિ તે મુક્તિની સખી છે. આવી વાત છે! અહો! વસ્તુ અંદરમાં છે પણ બહારમાં છે નહીં. અરે! તે વિકલ્પમાં પણ નથી તો પછી શરીર ને વાણીમાં તો ક્યાંથી હોય? આવી ચીજ છે.
જુઓને, અહીં ‘ચૈતન્યચમત્કાર' શબ્દ વાપર્યો છે ને? તેનો અર્થ એ છે કે તેની શક્તિમાં અનંત-અનંત કેવળજ્ઞાનની પર્યાયના પૂર પડ્યા છે. સ્વભાવને ક્ષેત્રની મોટપની જરૂર નથી. તો આવા અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી તેમાં પરિણમે તે સર્વદા મુક્ત જ છે. એ વાત તો ‘પ્રવચનસાર’ની છેલ્લી પાંચ ગાથાઓમાં પણ કહી છે ને? કે મુક્ત છે. (‘સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું' - ગા.૨૭૨.) પૂર્ણ મુક્તસ્વરૂપ ભગવાન આત્માને દષ્ટિમાં લઈને જેણે શુદ્ધ પરિણમન પ્રગટ કર્યું તે મુક્ત જ છે.
અહા! શબ્દ ‘સમિતિ’ છે ને? એટલે કે સમ્યક્ ગતિ-ગમન-પરિણમન કરવું, જોઈને ચાલવું. અંદર પૂર્ણાનંદ મુક્તસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માને જોઈને પરિણમવું તે સમિતિ છે. મહા સ્વભાવી નિજ પરમાત્માને જોઈને-જાણીને તેની ગતિમાં (પર્યાયમાં) ધ્રુવનું પરિણમન કરવું—શુદ્ધ વીતરાગ પરિણતિપણે પરિણમવું — તે સર્વથા મુક્તદશાની સખી એવી સમિતિ છે અને તે જીવ પોતે સર્વદા મુક્ત જ છે. ભારે વાત! જુઓ, વાત ચાલે છે વ્યવહારચારિત્ર અધિકારમાં વ્યવહારસમિતિની, (છતાં નિશ્ચયસમિતિની વાત કરે છે.) કેમ કે વ્યવહારસમિતિ કોને હોય? કે નિશ્ચયસમિતિવાળા જીવને વિકલ્પ હોય તેને વ્યવહારસમિતિ કહેવામાં આવે છે.
અહા! ત્રિકાળી પૂર્ણાનંદ પ્રભુ આત્મા અનંત શક્તિના એકરૂપપણે છે કે જેની એક-એક શક્તિમાં અનંત-અનંત સામર્થ્ય છે. આવો ત્રિકાળી મુકતસ્વભાવ છે તેની