________________
ગાથા – ૬૫]
[૧૬૧
પ્રશ્ન:- મુનિરાજ ઉત્તર દિશામાં શું કામ જાય?
સમાધાન:- પૂર્વ અને ઉત્તર એ વિશેષ દિશા છે ને? તો, અહીં ઉત્તર દિશા વિશેષ ગણી છે.
પ્રશ્ન:- આવી ક્રિયા આવશ્યક છે?
સમાધાન:- આવશ્યક નહીં, પણ આવી ક્રિયા હોય છે. પછી તો મુનિ તે ક્રિયાને પણ લક્ષમાંથી છોડી દે છે. શરીરની આ પ્રકારની ક્રિયા થાય ત્યારે તેઓ જાણે કે આ ક્રિયા થાય છે. તેમ જ તે વખતે વ્યવહારસમિતિનો વિકલ્પ હોય તેને પણ તેઓ જાણે કે આ વિકલ્પ છે. (પછી તેને પણ છોડી દે છે.) આવી વાત છે. આ તો સર્વજ્ઞનો કહેલો પંથ છે. આ કાંઈ કોઈ આલી-દુઆલીનો કહેલો પંથ નથી. તેથી વીતરાગ મારગ સમજવો બાપા! (દુર્લભ છે.) કાયકર્મોનો ઉત્સર્ગ કરીને’ એટલે કે આત્મધ્યાન વખતે શરીરની ક્રિયાનું લક્ષ છૂટી જાય છે એમ કહે છે. અને
સંસારના કારણભૂત હોય એવા પરિણામનો... ઉત્સર્ગ કરીને...”
ભાષા જુઓ! અહો! આમ કરવું, આમ છોડવું એવો રાગ છે – જે વ્યવહાર સમિતિ છે – તે પણ સંસારના કારણભૂત પરિણામ છે એમ કહે છે. કેમ કે એ શુભ વિકલ્પ છે ને? જીવજંતુવાળી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ ન કરવો એવો વિકલ્પ છે તે પણ રાગ છે, સંસાર છે, સંસારનું કારણ છે. “સંસારના કારણભૂત હોય એવા પરિણામ' કહેતાં મુનિને વ્યવહારસમિતિનો વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે, કેમ કે તેમને બીજું કાંઈ સંસારનું કારણ છે નહીં. (અશુભ વિકલ્પ તેમને હોતો નથી.) અર્થાત્ શુભભાવરૂપ ઉદયભાવ તેમને હોય છે તે જ સંસાર છે, સંસારનું કારણ છે.
અહા! ભગવાન આત્માનું સ્વરૂપ તો સંસારના કારણ રહિત છે. આવો શુદ્ધ આનંદઘન પ્રભુ આત્મા જેની નિર્મળાનંદ દશામાં-પરિણતિમાં વર્તે છે તે મુનિને, કહે છે કે, આવી સમિતિનો વિકલ્પ આવે તે સંસારનું કારણ છે અને તે વિકલ્પને મુનિ છોડી દે છે. લ્યો, અહીં તો વ્યવહાર એષણાસમિતિનો વિકલ્પ-નિર્દોષ આહાર-પાણી લેવાની વૃત્તિ અને વ્યવહાર પ્રતિષ્ઠાપન સમિતિનો વિકલ્પ–નિર્દોષપણે મળમૂત્ર ત્યાગ કરવાની વૃત્તિ પણ સંસારનું કારણ છે એમ કહે છે. અરે! અજ્ઞાનીને હજુ વ્યવહારસમિતિ કોને કહેવાય અને નિર્દોષ આહાર-પાણી કેમ લેવાય તેની સમજણના પણ ઠેકાણા નથી (અને પોતાને મુનિ માને છે.)