________________
૧૬૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહો! આ વનસ્પતિ એકંદ્રિય જીવ છે. તેના એક-એક કટકામાં અસંખ્ય જીવ છે. રાયના ટૂકડા જેવડી લીલી વનસ્પતિ લ્યો તો તેમાં અસંખ્ય શરીર છે અને તે એકએક શરીરમાં એક-એક જીવ છે. જ્યારે નવા ઉગતા અંકુરામાં તો એક શરીરમાં અનંત જીવ છે અને એવા અસંખ્ય શરીરનો એક અંકુરો હોય છે. વીતરાગના માર્ગમાં આ રીતે આટલા શેયો છે અને તેને જાણનાર જ્ઞાન પણ તેટલું મોટું છે એમ કહે છે. સમાય છે કાંઈ? તે એકેંદ્રિય જીવની દયા પાળવી કે નહીં તેનો અહીં પ્રશ્ન નથી. કેમ કે આત્મા પરની દયા પાળી શકતો નથી.) પણ આ તો આટલા બધા જે જીવ અને જડરૂપ શેયો છે તેને જાણનાર જ્ઞાન પણ એટલું મોટું છે એમ કહેવું છે.
અહીં કહે છે કે મુનિને મળમૂત્રાદિના ત્યાગનો વિકલ્પ હોય છે. પણ જ્યાં જીવની સ્થિતિ હોય એવી જીવજંતુવાળી જમીનમાં મળમૂત્રાદિનો ત્યાગ ન કરે. આ તો બાપા! વીતરાગ મારગ છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોક જોયા છે. તો તે પર્યાયની તાકાત કેટલી ? અને એવા સર્વજ્ઞદેવે ઈચ્છા વિના ૩ ધ્વનિદિવ્યધ્વનિ દ્વારા આ કહ્યું છે કે મુનિઓનો માર્ગ તો આવો હોય છે.
જુઓ, અન્વયાર્થમાં પહેલો શબ્દ છે ને? કે પરોવરોધેન હિતે” એટલે કે કોઈએ નકાર કર્યો હોય કે આ ઠેકાણે (જગ્યાએ) તમારે ન આવવું, મળમૂત્ર ન કરવા તો ત્યાં મુનિ ન જાય, મળમૂત્રનો ત્યાગ ન કરે. જંગલમાં કોઈએ તારની વાડથી જમીનને બાંધી દીધી હોય કે આટલી જમીન અમારી છે અને ત્યાંથી સાધુ નીકળતા હોય ત્યારે મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય તો મુનિ ત્યાં તે જમીન ઉપર) મળમૂત્રનો ત્યાગ ન કરે. અહા! સાચા મુનિ તો જંગલમાં વસતા હોય છે. તેમને આત્મધ્યાનના આનંદમાં એટલી મસ્તી ચડી ગઈ હોય છે કે જ્યાં મનુષ્યનો પગરવ હોય ત્યાં તેમનું સ્થાન ન હોય. આવા એકાંત સ્થાનમાં પણ, કહે છે કે, મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો જ્યાં જંતુરહિત અને પરના ઉપરોધ રહિત જમીન હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે. આવો છકાયની જતનાનો વિકલ્પ મુનિને હોય છે. ગજબ વાત છે!
તે સ્થાને શરીરધર્મ કરીને.. જોયું? મળમૂત્રને ત્યાગવા–જંગલ-પેશાબ જવું એ શરીરનો ધર્મ-સ્વભાવ છે, પણ જીવનો ધર્મ નથી એમ કહે છે. તો, એ શરીરધર્મ કરીને...
પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને, કાયકર્મોનો (-શરીરની ક્રિયાઓનો), ... ઉત્સર્ગ કરીને...”