________________
ગાથા – ૬૫]
[૧૫૯
અહા! આત્મા વીતરાગી પીંડમય પ્રભુ છે. બનારસીદાસજીના ‘નાટક સમયસાર” માં આવે છે ને? કે “જિનપદ નાહી શરીરકૌ, જિનપદ ચૈતન્યમાંહી. (જીવદ્વાર, પદર૭) શરીરાદિ એ જિનપદ નથી, રાગાદિ પણ જિનપદ નથી. જિનપદ તો ચૈતન્યમાં છે. જ્ઞાન, આનંદ અને વીતરાગી સ્વભાવમય એ જિનપદ ચૈતન્યમાં છે. આવા જિનપદનો જેને અનુભવ વર્તે છે તે સમકિતી છે. તે ઉપરાંત જેને ઉગ્ર આનંદમય પ્રચુર સ્વસંવેદનદશા પ્રગટી છે તે મુનિ છે. તેમને, કહે છે કે, અન્નગ્રહણની પરિણતિનો અભાવ છે. એટલે કે તેઓ રાગથી ભિન્ન રહે છે.
“વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે.”
જીવને (-મુનિને) નિમિત્ત તરીકે સંયોગી ચીજ એવો દેહ છે. નિમિત્તરૂપે દેહ છે તેથી આહારગ્રહણનો વિકલ્પ હોય છે. “આહારગ્રહણ છે'નો અર્થ એ છે કે મુનિને આહારગ્રહણનો વિકલ્પ હોય છે. – એટલું કહેવું છે. આહારગ્રહણ તો આહારને (-પુદ્ગલને) કારણે થઈ જાય છે, પણ તે વખતે આહારગ્રહવાનો વિકલ્પ હોય છે એમ કહેવું છે.
આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ.’ આહાર કર્યો એટલે પછી મળમૂત્રાદિ હોય જ. મળમૂત્રાદિ = વિષ્ટા, પેશાબ, થૂક આદિ.
તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (-ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે.'
જ્યાં વનસ્પતિ આદિ એકેંદ્રિય જીવ પણ ન હોય અને ‘આટલા ક્ષેત્રમાં કોઈએ ન આવવું - એમ કોઈની આજ્ઞાથી વિરુદ્ધ ન હોય અર્થાત્ કોઈનો વિરોધ ન હોય ત્યાં મુનિ મળમૂત્રાદિનો ત્યાગ કરે. અત્યારે જુઓ ને! ચારે બાજુ લીલોતરી ઉગી છે ને ? તે એકેંદ્રિય જીવ છે. તેના એક-એક કટકામાં અસંખ્ય જીવ છે. જે પહેલા-તાજાં અંકુરા ઉગે-ફૂટે તેમાં તો અનંત જીવ હોય છે. પણ પછી તેમાં પ્રત્યેક જીવ થઈ જાય છે. તો, આવા જીવજંતુવાળી જમીન ઉપર મુનિ મળમૂત્રનો ત્યાગ ન કરે.
પાંચમી સમિતિના વિકલ્પમાં જ એ જાતની મર્યાદા હોય છે કે જંતુવાળી જમીન ઉપર મળમૂત્ર માટે બેસવું નહીં. -એ મુનિને હોય જ નહીં. જ્યાં અંકુરા ઉગ્યા ન હોય, લીલોતરી પણ ન હોય અને જ્યાં કીડી કે કંથવા આદિ જીવજંતુના ઘર ન હોય એવી ચોખી જમીન જોઈને મુનિ મળમૂત્રનો ત્યાગ કરે. કેમ કે મુનિ તો છકાયની હિંસાના ત્યાગી છે ને ? આ વ્યવહાર સમિતિના વિકલ્પની વાત છે હોં.