________________
૧૬ ૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કહે છે કે વીતરાગસ્વભાવમાં આરૂઢ થયેલા આત્માને આ વ્યવહારસમિતિનો રાગ સંસારનું કારણ છે. ધન્ય રે માર્ગ
પ્રશ્ન:- વ્યવહાર સમિતિનો રાગ કરવો તો પડે ને?
સમાધાન:- ભાઈ! મુનિને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી. તેઓ તે રાગના પણ કર્તા નથી. અહીં વ્યવહાર સમિતિના રાગની વાત છે હોં, પણ બહારની જડક્રિયાની વાત નથી. કેમ કે બહારની જડક્રિયા જીવ કે દિ' કરે છે? તો, કહ્યું કે વ્યવહાર સમિતિનો રાગ આવે તેના કર્તા મુનિ નથી. તેઓ તો, ‘રાગ આવે તે સંસારનું કારણ છે' એમ જાણીને અંદર સ્વભાવમાં ઠરે છે. હવે જ્યાં મુનિનો વ્યવહાર સમિતિનો વિકલ્પ સંસારનું કારણ છે ત્યાં અજ્ઞાનીના આર્તધ્યાન, રૌદ્રધ્યાન, રળવું, ખાવું, ભોગના ભાવ વગેરે પાપ તો મહાસંસારનું કારણ છે.
અહીં કહે છે કે આત્માના જ્ઞાની-ધ્યાની, આત્મામાં રમનારા એવા મુનિઓને-સંતોને પણ, શરીર નિમિત્તસંબંધમાં છે તેથી, મળમૂત્રના ત્યાગનો પ્રસંગ હોય છે અર્થાત્ એવો વિકલ્પ આવે છે. છતાંપણ મુનિ તે બધો શરીરધર્મ કરીને સંસારનું કારણ એવો વ્યવહાર સમિતિનો વિકલ્પ છોડી દે છે.
‘તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને” મનનો સંબંધ કરે છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે કે જે સંસારનું કારણ છે. (માટે મુનિ મનનો પણ ઉત્સર્ગ કરે છે.) મનનો સંબંધ કરવો તે સંસાર છે અને ભગવાન આત્માનો સંબંધ કરવો તે મોક્ષનો માર્ગ છે. અહા! સંત તો અંતર સ્વભાવમાં શાંતરસથી-વીતરાગરસથી જામી ગયા છે. શ્લોકમાં પણ આવ્યું ન હોતું? કે મુનિને ધીરજ-સહનશીલતા-ક્ષમા અને મૈત્રીભાવ હોય છે. (નિયમસાર શ્લોક – ૮૭). મુનિરાજને ધીરજ કહેતાં ઘણો જ શાંતરસ પ્રગટ્યો છે, ઘણી જ સહનશીલતા છે, ઘણી જ શાંતિ નામ ક્ષમા પ્રગટી છે અને બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. આવા મુનિને મળમૂત્રના ત્યાગ કરવારૂપ દેહક્રિયા વખતે વિકલ્પ હોય છે. પરંતુ પછી મનના સંબંધે થયેલા તે વિકલ્પને છોડી દે છે.
જુઓ, ભાષા શું છે? કે “સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીનેઅર્થાત્ અહીં છાતીમાં જડમન છે તેના સંબંધમાં આવતા રાગ થાય છે અને તે રાગ સંસારનું કારણ છે. માટે તેનો મુનિ ઉત્સર્ગ કરે છે.) અહા! વાણી જડ, શરીર જડ અને ખીલેલી પાંખડીવાળા કમળના આકારે છાતીમાં દ્રવ્યમાન છે તે પણ જડ છે. વાણી, શરીર અને