________________
ગાથા – ૬૫].
[૧૬૩
મન-એ ત્રણેય જડના ચોસલા છે અને અજીવ થઈને રહ્યા છે. જ્યારે તેનાથી ભિન્ન પોતે ભગવાન આત્મા છે. તો કહે છે કે, મનનો સંબંધ થતા રોગ થાય છે - પછી ભલે તે શુભરાગ હો. અને તે રાગ સંસારનું કારણ છે. લ્યો, અહીં વ્યવહાર સમિતિની વાતમાં પણ આ જ વાત કહે છે કે મળમૂત્રનો ત્યાગ જોઈને કરવો વગેરે વ્યવહાર સમિતિના વિકલ્પ વખતે મનનો સંબંધ થાય છે, રાગનો સંબંધ થાય છે. જ્યારે ભગવાન આત્મા તો મનના સંબંધ વિનાની ચીજ છે. હવે આવી ચીજ જેને દષ્ટિમાં-સમ્યગ્દર્શનમાં આવી છે તથા તે ઉપરાંત જેને રાગના અભાવસ્વરૂપ શુદ્ધપરિણતિ પ્રગટ થઈ છે તે મુનિને વ્યવહારસમિતિનો | વિકલ્પ આવે છે ખરો. કેમ કે હજુ શરીર છે તેથી મળમૂત્રના ત્યાગનો વિકલ્પ હોય છે. પરંતુ પછી તે વિકલ્પને મુનિ છોડી દે છે. અહા! આ માર્ગ કાયરને ઝીલવો કે સાંભળવો પણ કઠણ પડે એવો છે. કહ્યું છે ને? કે,
વચનામૃત વીતરાગના, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ ...
ભગવાનની વાણી શાંત...શાંત...શાંત હોય છે. તે વીતરાગતાને બતાવનારી – ગ્રહણ કરાવનારી છે અને રાગને છોડાવનારી છે. (હા), વીતરાગની વાણી રાગને જણાવનારી છે કે આવો રાગ આ ભૂમિકામાં હોય છે. તેથી તું પણ “આવો રાગ અહીં હોય છે એમ જાણનાર રહે. છતાંપણ તે રાગ છોડવાલાયક છે, આદરવાલાયક નથી. અરે! વ્યવહારસમિતિ પણ આદરવાલાયક નથી એમ વાણી કહે છે.
ભાઈ! તારો સ્વભાવ વીતરાગમૂર્તિ છે ને? પ્રભુ! રાગથી રહિત નિષ્ક્રિય અકષાયસ્વભાવનો તું પીંડ છો. આવા અકષાયસ્વભાવનો આશ્રય લઈને જેણે પ્રથમ સમકિતને યોગ્ય અને પછી મુનિને યોગ્ય અકષાયસ્વભાવની નિર્મળદશા પ્રગટ કરી છે તેણે સંસારના નિમિત્તભૂત મનનો સંબંધ ઉત્સર્ગ કરવા – છોડી દેવા જેવો છે. લ્યો, અહીંયા જડમનને સંસારનું નિમિત્ત અને તેના સંબંધે જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહ્યું છે. અર્થાત્ જડમન છે તે સંસારનું નિમિત્ત છે અને તેનો સંબંધ કરતા જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહે છે. જુઓ, ઉપર કહ્યું ને? કે “સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો'...આમ કહ્યું ને ભાઈ? એટલે કે વ્યવહાર સમિતિનો શુભવિકલ્પ-વિકાર સંસારનું કારણ છે અને તે વિકલ્પમાં મનનો સંબંધ–મન નિમિત્ત–હોવાથી મન સંસારનું નિમિત્ત છે. બીજી