________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીંયા પ્રયત્ન એટલે વ્યવહાર-પ્રયત્નની વાત છે હો. બીજા જીવો મરે કે ન મરે, તેની સાથે (હિંસા કે અહિંસાને) સંબંધ નથી. કેમ કે બીજા જીવનું મરણ કે જીવન તો પદ્રવ્યનો સ્વતંત્ર પર્યાય છે. છતાં પણ વ્યવહાર-પ્રયત્નરૂપ પરિણામ વિના હિંસાના દોષનો ત્યાગ થતો નથી. જુઓ, હિંસાના પરિણામનો ત્યાગ પ્રયત્નરૂપ પરિણામ વિના થતો નથી એમ કહે છે. અર્થાત્ અશુભભાવથી-સાવદ્યથી બચવા શુભભાવરૂપ પ્રયત્ન હોય છે એમ કહે છે. નીચે (ફૂટનોટમાં) ખુલાસો છે કે:
‘મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. (શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.) | મુનિcોચિત = મુનિત્ય + ઉચિત = મુનિપણાને લાયક, મુનિ કે જે છઠે ગુણસ્થાને છે તેને લાયક. જેને ઉગ્રપણે અંતર્મુખના પરિણામ પ્રગટ્યા છે એવા મુનિને ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધ-અવસ્થા પ્રગટી છે અને તે મુનિપણાને લાયક શુદ્ધપરિણતિ છે. (મુનિcોચિત શુદ્ધપરિણતિ = મુનિપણાને લાયક ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધઅવસ્થા.) ત્રિકાળી જ્ઞાયકભાવને ઉગ્રપણે અવલંબીને જે શુદ્ધપરિણતિ–વીતરાગ અવસ્થા– મુનિને પ્રગટી છે તે ચારિત્ર છે (મુનિને લાયક શુદ્ધપરિણતિ છે) અને તેની સાથે જોઈને ચાલવું વગેરે સંબંધી હઠ વગરનો અંદરમાં જે શુભોપયોગ છે તે વ્યવહાર પ્રયત્ન છે. જ્યારે નિજ સ્વરૂપમાં કરવું તે નિશ્ચય પ્રયત્ન છે. લ્યો, આમાં તો પર્યાય-પર્યાયની (-દરેક પર્યાયની) સંભાળ લીધી છે. કહો, આવી વાત સર્વજ્ઞ સિવાય કયાં હોય?
પ્રશ્ન:- પર્યાયનું શું કામ છે?
સમાધાન:- શું પર્યાય એ વસ્તુ નથી? પર્યાયની અસ્તિ છે કે નહીં? (ભલે) શુભપરિણામ વૈભાવિક (વિકાર) પર્યાય છે, છતાં તેની અસ્તિ છે કે નહીં? માટે તેને પણ જાણવી જોઈએ. અહીં કહે છે કે કુળભેદ, યોનિભેદ-જીવની ઉત્પત્તિસ્થાનોના ભેદ, જીવસ્થાનોના ભેદ અને માર્ગણાસ્થાનોના ભેદ જાણીને સાવદ્યના પરિણામનો વ્યવહારપ્રયત્નથી ત્યાગ કરવો તેને અહિંસાવ્રત કહે છે. આવી વાત છે! અહા ! શુભોપયોગ તે વ્યવહાર પ્રયત્ન છે અને અંદરમાં શુદ્ધોપયોગ-સ્વાશ્રયે થયેલી શુદ્ધપરિણતિતે નિશ્ચયપ્રયત્ન છે.
પ્રશ્ન:- બન્ને પ્રયત્ન એકસાથે હોય?
સમાધાન:- (હા), બન્ને પ્રયત્ન એકસાથે હોય છે. છતાં, રાગની રચના કરવી તે નપુંસક વીર્ય છે અને સ્વરૂપની રચના કરવી તે (સાચું) વીર્ય છે. લ્યો, આમાં ‘વ્યવહારપ્રયત્ન' એવો શબ્દ પડ્યો છે તે ઉપરથી આ વાત ચાલે છે.