________________
ગાથા – ૫૬]
[પ
અહા! જે સર્વથા વીતરાગ થઈ ગયા છે તેમની અહીંયા વાત નથી. પરંતુ જેને
સ્વસ્વરૂપનું ઉગ્ર અવલંબન છે પ્રચુર સ્વસંવેદન છે તેની ભૂમિકામાં હિંસાના
પરિણામના ત્યાગરૂપ અહિંસાના પરિણામ આવા હોય છે એમ કહે છે. તે ક્યાં-ક્યાં જીવ છે તેને જાણીને તેની હિંસાના પાપ પરિણામને છોડે છે અને તેને અહિંસાવ્રત હોય છે એમ કહે છે.
પ્રશ્ન:- આ અહિંસાવ્રત તો મુનિ માટે છે ને?
તે
સમાધાન:- (હા), અહીં તો મુનિની વાત છે. પણ બીજાઓએ પણ તે જાણવું જોઈએ. સમ્યગ્દષ્ટિએ પણ મુનિ થવા પહેલાં મુનિપણું કેવું છે —ચારિત્ર કેવું છે— તે શું જાણવું ન જોઈએ? ચારિત્ર કેવું હોય, ચારિત્રમાં વ્રત કેવાં હોય, વ્રતમાં પણ અહિંસાના પરિણામ કેવા હોય અને કઈ હિંસાના પરિણામનો ત્યાગ હોય તેનું જ્ઞાન સમકિતીને પણ હોય છે. ચારિત્ર નથી એટલે શું ચારિત્રનું જ્ઞાન તેને ન હોય? કેવળજ્ઞાન નથી એટલે શું કેવળજ્ઞાનનું જ્ઞાન જ્ઞાનીને ન હોય? તેમ અહિંસાવ્રત નથી એટલે શું તેનું જ્ઞાન ન હોય? એ તો ‘યોગસાર’માં પણ નથી આવતું કે છ દ્રવ્યને પ્રયત્નથી જાણવા? આવે છે ને? (ગાથા-૩૫). તો, અહીંયા પણ એ જ વાત કહે છે. ત્યાં જે પ્રયત્નની વાત કરી છે તે વાત અહીંયા પણ મૂકી છે. અહા! અહીં તો બધી એક જ લાઈન છે. (બધા સંતોની એક જ વાત છે.)
અહીં કહ્યું કે ‘તેમના ભેદોને જાણીને’...-આ જાણવું ચોથે ગુણસ્થાને પણ હોય છે અને છ ગુણસ્થાને પણ હોય છે. તથા જુઓ, ‘તેમની રક્ષારૂપ પરિણતિ’ એમ જે કહ્યું છે તે પણ હજુ વ્યવહારથી કહ્યું છે. ‘તેમની રક્ષારૂપ પરિણતિ’ નો અર્થ એમ નથી કે તે બીજા જીવને બચાવી શકે છે. એ તો ભાષા છે. બીજાને ન મારવાપ પરિણતિ—રક્ષાનો અર્થ એ છે કે હિંસાના પરિણામનો ત્યાગ અને તે જ અહિંસા છે. આ અહિંસા પરિણતિ તે શુભ પરિણામ છે અર્થાત્ હજુ આટલો વિભાવભાવરૂપ મંદરાગ હોય છે. ‘મોક્ષમાર્ગ પ્રકાશક'ના સાતમા અધિકારમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે સમિતિમાં રક્ષા કરવાનું કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે બીજા જીવને દુ:ખ ન થાય એવા પ્રયત્ન પરિણામ છે અને તેને ‘રક્ષા કરી’ એમ કહેવામાં આવે છે. ખરેખર તો અંદરમાં પોતાના પરિણામનો જ હિંસાના પરિણામથી બચાવ છે. પરની રક્ષાનું કથન તો વ્યવહાર છે. લ્યો, આવું છે.
ન
‘તેમનું મરણ થાઓ કે ન થાઓ, પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર (દોષનો ત્યાગ) થતો નથી.’