________________
ગાથા – ૬૭]
[૧૯૯
અહીં કહે છે કે ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા સમવસરણમાં સાક્ષાત્ બિરાજતા હોય અને તેનું લક્ષ કરે ને ધ્યાન કરવા જાય તો રાગ જ થાય. કારણ કે પદ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં રાગ જ થાય. પદ્રવ્યના લક્ષે ને ધ્યાને ધર્મ થાય નહીં, પરંતુ અખંડાનંદમય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અંદર છે તેનું ધ્યાન કરવાથી શાંતિ ને આનંદ પ્રગટ થાય તેને ધર્મ થયો એમ કહેવાય છે. હવે કહે છે કે એક આત્માનું ધ્યાન કરવાથી શું ફળ આવે? કે,
‘પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુકિતને અતિશયપણે પ્રાપ્ત કરે છે. આ રીતે માર્ગ ને માર્ગનું ફળ – બન્નેની વાત કરે છે. “પાપ” શબ્દ અહીં પુણ્ય ને પાપરૂપ બન્ને ભાવને પાપ કહ્યા છે. અંદરમાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદામૃતથી ડોલતો પ્રભુ છે, નાથ છે. માટે કહે છે કે, અરે! તેને પકડ ને ! તેને ધ્યાનમાં લે ને? તેનું ધ્યાન રાખ ને ? તેનું ધ્યાન કર ને? તો તને શાંતિ થશે અને તેના ફળમાં પુણ્ય-પાપરૂપ અંધકાર નાશ થઈ મુક્તિ થશે. ભાષા જુઓ! કહે છે કે પુણ્ય-પાપના ભાવ અજ્ઞાન-અંધકાર છે, કાંઈ ચૈતન્યચમત્કારમય નથી. અહીં સામ-સામે વાત કરવી છે ને? તેથી કહે છે કે ભગવાન આત્મા ચૈતન્યચમત્કારના નુરનું પૂર છે, જ્યારે પુણ્ય-પાપ તિમિર છે, અજ્ઞાન-અંધકાર છે. આ, પુણ્ય-પાપના ભાવની વાત છે હોં, પણ તેના ફળની-સંયોગની વાત નથી. શુભઅશુભભાવ–રાગ, કહે છે કે, પાપ છે, અંધકાર છે. જ્યારે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કારનું નુર છે અને તેનું ધ્યાન કરવાથી, તેનો આશ્રય કરવાથી, તેનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય વીતરાગી દશા થાય તે પુણ્ય-પાપના અંધકારનો નાશ કરનાર છે.
અસંખ્ય પ્રકારના પુણ્ય-પાપના વિકલ્પો છે તે – સત્ય વાણી બોલવાનો રાગ પણ – અંધકાર અર્થાત્ તિમિર છે એમ અહીં કહે છે. કેમ કે તે વિકલ્પ છે ને ? અરે! ધર્મ કરવાનો તો હજુ પછી રહ્યો, પણ આ એક-એક બોલ સમજવામાં પણ અજ્ઞાનીને વાંધા પડે છે કે આ શું કહે છે. અજ્ઞાનીના હજુ ધર્મ સમજવાના પણ ઠેકાણા નથી અને માને છે કે ધર્મ થઈ ગયો. અરે! એમ ને એમ જિંદગી ચાલી જાય છે. અહીં કહ્યું કે ‘સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને’ - આ મુક્તિના વિશેષણ છે. જ્યારે ‘શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કાર” – એ દ્રવ્યના વિશેષણ હતા. અને તેનું ધ્યાન તે પર્યાય છે તેમ જ મુક્તિ પણ પર્યાય છે. અંતરંગ સ્વરૂપને ધ્યાનમાં