________________
૧૯૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે તેનું એકનું ધ્યાન કર. જુઓ, એક આત્માનું જ ધ્યાન કર એમ કહે છે, પણ તેના દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું કે બીજાં ભગવાનનું ધ્યાન કર એમ નથી કહ્યું. કેમ કે બીજાં ભગવાન પરવસ્તુ છે. તેથી તેમનું ધ્યાન કરવા જતાં તો વિકલ્પ-રાગ ઉઠે છે. જુઓ, અહીં ‘એક’ શબ્દ વાપર્યો છે. અર્થાત્ આત્મા વસ્તુ છે, તેમાં તેના ગુણ છે અને તેની દશા છે એવા ભેદ નહીં, પરંતુ એકરૂપ ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે તેનું એકનું ધ્યાન કર. લ્યો, આ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર છે ને? (એટલે અહીં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરી.) અહા! આ ઇંદ્રિયોના વિષયોમાં તો કલ્પલો આનંદ છે, કલ્પેલું સુખ છે. એ તો (ખરેખર) દુઃખ છે, ઝેર છે. જ્યારે અંતરમાં ભગવાન આત્મા અતદ્રિય આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય સુખામૃતનો રસકંદ છે. આવા આત્માનું એકનું જ ધ્યાન કર અને તે ધ્યાનને અહીંયા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. ‘શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું - એ દ્રવ્ય છે, વસ્તુ છે અને ધ્યાન કરીને - તે પર્યાય છે.
જેણે આત્માનું હિત કરવું હોય અને આ ચાર ગતિના દુ:ખ ટાળવા હોય તેણે શું કરવું તે અહીં કહે છે. તો કહે છે કે, ભગવાન આત્મા સ્વાભાવિક વિલસતો ચૈતન્યચમત્કારમય પ્રભુ છે. તે એકસ્વરૂપ-એકરૂપ છે અને તેનું ધ્યાન કર. સમ્યગ્દર્શનમાં પણ, સમ્યજ્ઞાનમાં પણ તેમ જ સમ્યગ્વારિત્રમાં પણ આત્માને ધ્યેય-વિષય બનાવીને તેનું ધ્યાન કર. લ્યો, વીતરાગનો આવો મારગ છે! અહા! વિપુલાચલ પર્વત ઉપર ઈદ્રો ને ગણધરોની સમક્ષ ભગવાનની વાણી – દિવ્યધ્વનિ – છૂટી હતી ત્યારે તેમાં આ આવ્યું હતું કે ભગવાન! તારું સ્વરૂપ તો સહજ ચૈતન્યચમત્કારમય છે. આવી ચીજ તું છો. માટે તેનું ધ્યાન કર, તેને ધ્યેય-વિષય બનાવ અને રાગ ને પરરૂપ વિષય લક્ષમાંથી છોડી દે. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા એકલા અમૃત સમાન શાંતિના રસથી ભરેલો સમુદ્ર છે. છતાં અરે ! લોકોએ તેને પામર તરીકે કપ્યો છે. જેમ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં મૃગને તેની કિંમત નથી તેમ પરમાત્મા કહે છે કે તારા સ્વભાવમાં અતીન્દ્રિય આનંદની કસ્તુરી પડી છે છતાં તેને ન માનતાં તું આનંદને બહારમાં ગોતે છે. વિષયમાં સુખ છે, આબરૂમાં સુખ છે, પૈસામાં સુખ છે – એમ બહારમાં તું સુખને ગોતે છે, પરંતુ તે બહારનું સુખ તો ઝેર છે. પણ અરે! આ વાત કેમ બેસે? કેમ કે અજ્ઞાની પૈસા આદિ વધતાં સુખ વધ્યું એમ માને છે. ભાઈ! પૈસા વધે તેમાં શું થયું? એ તો દુઃખના નિમિત્ત વધ્યા. પૈસા તો જડ-માટી-ધૂળ છે. શું ધૂળમાં સુખ હોય? તેના ઉપર લક્ષ જય તો રાગ ને આકુળતા થાય. ભારે વાત ભાઈ!