________________
ગાથા – ૬૭]
[૧૯૭
જે લાયક છે તેણે ભવભયની કરનારી સમસ્ત વાણી છોડવી. જો કે વાણી તો જડ છે, પરંતુ તે વખતે બોલવાનો વિકલ્પ છે તે ભવભયને કરનાર દશા છે અને તેને છોડવો. લ્યો, અંદર (શ્લોકમાં) ભાષા તો એમ છે કે વાણીને છોડી...” પણ તેનો અર્થ એ છે કે વાણી બોલવાના ભાવને—કે જે વિકલ્પ-રાગ છે તેને—છોડવો. તે સિવાય વાણીને શું છોડવી હતી? કેમ કે એ તો જડ છે. તે પણ છદ્મસ્થને વાણી બોલવાનો વિકલ્પ હોય હોં, કેવળીને નહીં. કેવળીને તો કાંઈ વિકલ્પ કે રાગ હોય નહીં. તેમને તો ઈચ્છા વિના દિવ્યધ્વનિ-વાણી નીકળે છે. પરંતુ જે છદ્મસ્થ રાગી છે તેને વાણી નીકળે છે તેમાં રાગના પરિણામનું નિમિત્તપણું છે અને તે પરિણામ છોડવા એમ કહે છે. જુઓ, છદ્મસ્થને (-મુનિરાજને) વ્યાખ્યાન કરવા સમયે વાણી બોલવાનો શુભરાગ હોય છે એમ કહે છે. કેમ કે તે સમયે વચનગુમિ છે ને ? અને તેની તો અહીં વાત ચાલે છે.
અહા! પદ્મપ્રભમલધારીદેવ મુનિની એક રચના તો જુઓ! તેઓ કહે છે કે વાણી બોલવાનો રાગ ભવભયનો કરનાર છે. અર્થાત્ પોતાને-મુનિને ઉપદેશ દેવા સમયે શુભરાગ છે તે પણ ભવભવનું કારણ છે એમ કહે છે. અજ્ઞાની કહે છે કે ઉપદેશ દેવાથી ઉપદેશકને નિર્જરા થાય છે, અને બીજો જીવ ધર્મ પામે છે તેથી તેને લાભ થાય છે. જ્યારે અહીં કહે છે કે તે બધી વાત ખોટી છે. કેમ કે છદ્મસ્થને ઉપદેશ દેવાની વાણી બોલતા વખતે રાગ થાય છે. માટે તેનાથી નિર્જરા થતી નથી.) અહા! મુનિની અને અજ્ઞાનીની વાતમાં કેટલો આંતરો છે?
શુદ્ધ સહજ-વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને'... હવે કહે છે કે અસત્ય વાણી બોલવામાં અશુભરાગ થાય એ તો ઠીક (-એ તો છોડવા યોગ્ય છે જ), પરંતુ ધર્મની વાણી કહેવામાં શુભરાગ-વિકલ્પ થાય તેને પણ છોડીને શુદ્ધપણે સ્વાભાવિક વિલસતા ભગવાન આત્માનું ધ્યાન કર. અહા! અંદરમાં ભગવાન આત્મા શુદ્ધપણે સહજ વિલસતો – સ્વાભાવિક ખીલતો – ચૈતન્યચમત્કારમય પ્રભુ છે. અર્થાત્ ભગવાન આત્મામાં તો ચૈતન્યચમત્કાર ભરેલો છે. આવા ચૈતન્યચમત્કારમય આત્મતત્ત્વનું એકનું જ ધ્યાન કર.
કહે છે કે વાણી બોલવાના રાગને છોડી સહજ વીતરાગતારૂપે વિલસતા પ્રભુ આત્માનું ધ્યાન કર. અતીન્દ્રિય આનંદનો સાગર, ચૈતન્યચમત્કારમૂર્તિ, પ્રભુ આત્મા પોતે