________________
૧૯૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ગણધર હતા. તેમણે અંતર્મુહૂર્તમાં દ્રવ્યશ્રુતની—બાર અંગની રચના કરી. તે રચનાનો દિવસ પણ આજે છે. (૧) ભગવાનની દિવ્યધ્વનિ નીકળી, (૨) ગણધરે સાંભળી અને (૩) ગણધરે બાર અંગની રચના કરી તે આજનો શ્રાવણ વદ એકમનો દિવસ છે.
સિદ્ધાંતની આજે શ્રાવણ વદ એકમ છે. અમાસ એટલે અડધો માસ અને પૂનમ એટલે પૂર્ણ માસ-મહિનો. તેથી સિદ્ધાંત પ્રમાણે વદ પહેલા આવે અને સુદ પછી આવે. તો આ શ્રાવણ મહિનાના પહેલા દિવસે-વદ એકમે ભગવાનની દિવ્યધ્વનિ નીકળી અને ગણધરે ભાવકૃતના પરિણમનપૂર્વક દ્રવ્યકૃતની રચના કરી. ભગવાનની વાણીમાં ભાવકૃતરૂપ અર્થ આવ્યો અને તેમાંથી ભાવકૃતરૂપે પરિણમેલા ગણધરદેવે દ્રવ્યશ્રતની રચના કરી. આમ, અર્થના કર્તા ભગવાન છે અને દ્રવ્યશ્રુતના કર્તા ગણધરદેવ છે.
અહા! ભગવાનને કેવળજ્ઞાન થયું છતાં ગણધર – કે જે મુખ્ય શ્રોતા છે તે – નહોતા એટલે વાણી નીકળી નહીં. પછી ૬૬ દિવસ દિવ્યધ્વનિ બંધ હતી તે આજે છૂટી. તેથી આજે દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. તે વખતે તો - જ્યારે દિવ્યધ્વનિ છૂટી
ત્યારે તો – ઈદ્રો ને ગણધરો પણ વિપુલાચલ પર્વત ઉપર હતા. અજ્ઞાની કહે છે કે જુઓ, ગણધર નહોતા માટે વાણી ન નીકળી ને ગણધર નિમિત્ત થયા એટલે વાણી નીકળી. પરંતુ એમ નથી. ગણધર નહોતા એટલે વાણી નીકળી નહીં એમ (માત્ર) વ્યવહારથી કહેવાય છે. વાણી તો વાણીના કાળે જ નીકળી હતી. તેમાં ગણધર (માત્ર) નિમિત્ત હતા. તો, મહાવીર ભગવાને કહેલા સિદ્ધાંતોને સંતોએ શાસ્ત્રરૂપે રચ્યા છે અને તેમાંનું આ એક નિયમસાર સિદ્ધાંતશાસ્ત્ર છે. નિયમસાર એટલે શુદ્ધ મોક્ષનો માર્ગ. નિયમનો અર્થ મોક્ષમાર્ગ થાય છે. આનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના અંતર અનુભવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપની રમણતા પ્રગટ થાય તે મોક્ષનો માર્ગ છે અને તેનું ફળ મોક્ષ છે. આ બન્નેની – માર્ગ અને માર્ગના ફળની_વ્યાખ્યા આ નિયમસારમાં છે. આ વાત બીજી ગાથામાં આવી ગઈ છે કે માર્ગ અને માર્ગના ફળનું વ્યાખ્યાન જિનશાસનમાં છે.
અહીં આ ૬૭ મી ગાથામાં વચનગુમિની વાત ચાલે છે. લ્યો, આજના દિવસે ભગવાનની વાણી છૂટી હતી તો તેમાં વચનગુતિ કોને કહેવી તે વાત પણ આવી હતી. કહે છે કે “ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી'.. પહેલાં એ વાત લીધી કે જે ભવ્યજીવ – પાત્રજીવ છે અર્થાત્ આત્માની શાંતિરૂપ મોક્ષમાર્ગને પામવા