________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કહે છે કે જગતજનોને અર્થાત્ જગતના રાગના રાગીઓને-પ્રેમીઓને તેમ જ પરપદાર્થના પ્રેમીઓને આ સુખમયી સ્થિરતા દુર્લભ છે. પણ સંતોને તો આનંદધામ પ્રભુ આત્માની સુખાકાર સ્થિરતા સુલભ છે. જુઓ, આગળ કહેશે કે ‘સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી.’ અરે! વસ્તુની સ્થિતિ આવી છે એવી અજ્ઞાનીને હજુ ખબર પણ નથી. ચારિત્રની વ્યાખ્યા ચારિત્ર કોને કહેવું તેની પણ તેને ખબર નથી.
૫૬]
=
જુઓ, શું વાત લીધી? કે નિરુપમ સુખનો આવાસ એવા ભગવાન આત્માની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે તેમાં સ્થિરતા કર. કેમ કે દ્રવ્ય તો પૂર્ણ છે જ. હવે તેની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં—પોતાના ભગવાન આત્મામાં—ચળે નહીં એવી, સુખાકાર અને જગતને દુર્લભ એવી સ્થિરતા કરો. અને તેનું નામ અર્થાત્ અંદર સ્વરૂપમાં રમણતા થવી, સ્વરૂપમાં ચરવું, આનંદમાં રમવું, આનંદનું ભોજન કરવું તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર જગતને-અજ્ઞાનીઓને દુર્લભ છે. રાગના રાગીઓને-પ્રેમીઓને સ્વરૂપની દષ્ટિ થવી અને તેમાં સ્થિરતા થવી એ મહા દુર્લભ છે એમ કહે છે.
‘અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ
મહા આશ્ચર્યની વાત નથી'...
વીતરાગી સંતને-મુનિને અંતર સ્વભાવમાં રહેવું-સ્થિર થવું તે કાંઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે એ તો તેમના સ્વભાવની (પરિણતિની) સ્થિતિ જ એવી છે. મુનિ તો છઠે-સાતમે ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવે છે, ઝૂલતા હોય છે. એ રીતે એક દિવસમાં હજારો વાર અપ્રમત દશા આવે છે. ઘડીકમાં સાતમું ગુણસ્થાન આવતાં આનંદમાં લીન થઈ જાય છે અને ઘડીકમાં વળી વિકલ્પ ઉઠતાં છઠ્ઠું ગુણસ્થાન આવી જાય છે. વળી સાતમું ગુણસ્થાન આવે અને વળી પાછું છઠ્ઠું ગુણસ્થાન આવે. જુઓ, આ મુનિદશા! જૈનદર્શનના વાસ્તવિક દર્શનના—સંતો આવા હોય છે.
અહો! જેણે આત્માને, જેમ હથેળીની રેખાને દેખે તેમ, અંદરથી જોયો છે તે મુનિ છે. તેઓએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થતાં પ્રથમથી જ ‘આત્મા આવો છે’ એમ દેખ્યું અને જાણ્યું હતું. માટે, તેવા ધર્માત્માને આગળ વધીને સ્વરૂપમાં ઠરવું તે કોઈ આશ્ચર્યની વાત નથી. એ તો તેમનું સ્વરૂપ જ છે. તેમનો ધન્ય અવતાર છે ને! અહા! સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. સ+ચિદ્+આનંદ = શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેનામાં શરીર, વાણી અને મન તો નથી, પરંતુ દયા, દાન, વ્રતનો રાગવિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. એવી એ ચીજ છે. તો, તે ચીજમાં - વસ્તુ આત્મામાં વસવું, અતીદ્રિય આનંદમાં ઠરવું તે સત્પુરુષો માટે કાંઈ આશ્ચર્યકારી વાત નથી. કેમ કે
=