________________
ગાથા – ૬૪]
[૧૫૧
પડે કે સાધુને માટે પાણી બનાવ્યું છે તો બિલકુલ લે નહીં. આવી બહુ સખત ક્રિયા તેમની હતી. ગામડામાં હીરાચંદજી મહારાજ જાય ત્યારે લોકો તો રાડ નાખે હો. તેઓ ગામડામાં જાય ત્યારે પહેલાં વ્યાખ્યાનમાં એ ઉપદેશ આપે કે સાધુ માટે આહાર-પાણી બનાવીને સાધુને આપે તો તે ગર્ભમાં ગળશે. જો કે તેમને વસ્તુની—તત્ત્વની કે તેની દૃષ્ટિની ખબર નહોતી. જ્યારે અહીં તો દિગંબર સાધુની ક્રિયાના પણ ઠેકાણા નથી. અમારી પણ સંપ્રદાયમાં સખત ક્રિયા હતી. કેમ કે એ વખતે એવું માન્યું હતું કે સાધુ આવા જ હોય. તેથી જેવું માન્યું હતું તેવું કર્યું હતું. પણ એ સાધુપણું જ નહોતું એમ ક્યાં ખબર હતી.
અહીં જુઓ તો ખરા! મુનિરાજે કેવી ટીકા કરી છે! તેઓ કહે છે કે મુનિને અત્યંતર ઉપકરણભૂત નિજ ભગવાન આત્મા છે અને અપહતસંયમીઓને ફરીફરીને શાસ્ત્ર ભણવામાં—પર્યટન કરવામાં—સ્વાધ્યાય કરવામાં—કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે.
‘શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ-હેતુ પીંછી છે.'
છઠે ગુણસ્થાને સાચા સંતને આવી જાતના ઉપકરણનો વિકલ્પ હોય છે. બસ. ‘આ ઉપકરણોને લેતી-મૂક્તી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.’ વિશુદ્ધિ
શુભભાવ.
=
આ, વ્યવહારસમિતિની વાત છે અર્થાત્ આ (જીવના) પરિણામની વાત છે, પણ બહારની (-જડક્રિયાની) વાત નથી. એ ઉપકરણ પર વસ્તુ છે, જડ છે અને એ જડની ક્રિયા જીવ ક્યાં કરી શકે છે? પરની સત્તાવાળી ચીજને લેવી કે મૂકવી એ કાંઈ જીવ કરી શકતો નથી. માટે એ જડની ક્રિયા કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? આ તો મુનિને ત વિકલ્પ હોય છે કે જતનાથી ઉપકરણ લેવું-મૂકવું. બસ, એ વિકલ્પને વ્યવહારસમિતિ કહે છે. જ્યારે બહારની ક્રિયા—પર વસ્તુ લેવી કે મૂકવી તે—તો જડની ક્રિયા છે. તે જડની ક્રિયા આત્મા શુભભાવવડે પણ કરી શકતો નથી. કારણ કે તે જડ ઉપકરણનું લેવું-મૂકવું જડના કારણે છે. આત્માને વિકલ્પ આવ્યો માટે આત્મા તે જડ ઉપકરણને લઈ શકે છે કે મૂકી શકે છે એમ છે જ નહીં. આવી વાત છે !
અહા! અહીં વ્યવહારસમિતિમાં અજીવની વાત નથી. પરંતુ વ્યવહારસમિતિનો શુભરાગ છે તેને આવા અજીવ ઉપકરણ નિમિત્ત તરીકે હોય છે એટલી, બસ, વાત