________________
૧૫૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શાસ્ત્ર નિમિત્તરૂપે હોય છે. લ્યો, સાધુ જ્ઞાનના ઉપકરણ તરીકે શાસ્ત્ર ભણે તો પણ, કહે છે કે, વ્યવહારી સાધુ છે. અહા! આવો માર્ગ છે!
અરે! આવા દશાવંત સાધુ ક્યાં છે? (ક્યાં નજરે પડે છે?) અને સ્ત્રીઓને તો આવું સાધુપણું હોય જ નહીં, કેમ કે સ્ત્રીને છઠ્ઠ ગુણસ્થાન હોય જ નહીં. બાપુ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાન! આ વાત કાંઈ માત્ર તારા માટે જ નથી તેમ જ તારો અનાદર કરવા માટે પણ નથી. અરે! વસ્તુની સ્થિતિ જ આવી છે કે પ્રભુ અને વસ્તુના સ્વભાવમાં આવી સ્થિતિ છે ત્યાં બીજું કેમ મનાય? “મોક્ષમાર્ગ પ્રકાશક માં (પાંચમા તથા છઠ્ઠા અધિકારમાં) ૫. ટોડરમલજીએ લખ્યું નથી? કે હંસ દેખાતા નથી તેથી કાંઈ બગલાને/કાગડાને હંસ મનાય? તન મનાય.) મારગ બાપા ! આવો છે ભાઈ. તેની શ્રદ્ધામાં આવું યથાર્થ સ્વરૂપ આવવું જોઈએ. એટલે કે તે નિગ્રંથપણાને જ મુનિપણું માને, પણ તે સિવાય બીજી રીતે મુનિપણું માને નહીં.
અહા! આ તો વીતરાગ માર્ગ છે. શું આ કાંઈ કોઈના પક્ષનો માર્ગ છે? (ના.) તો, કહે છે કે વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે કે મુનિદશાની ભૂમિકામાં આવી જ ભૂમિકા હોય (-પાંચ મહાવ્રતાદિનો વિકલ્પ જ હોય.) માટે જે તેનું યથાર્થ જ્ઞાન નહીં કરે તો જ્ઞાન વિપરીત થઈ જશે. અહો! સાધુપણું કોને કહે? બાપુ! અત્યારે તો વ્યવહાર ક્રિયાના પણ ક્યાં ઠેકાણાં છે? કેમ કે સાધુને માટે કરેલા ચોકાના આહાર-પાણી સાધુ લે છે. તેથી એ તો બિલકુલ ઉદેશીક આહાર-પાણી છે. અરે! છાપામાં (-જૈન પત્રિકાઓમાં) લખાણ આવે છે કે “મહારાજને આહાર દેવાનો લાભ લેવા માટે ચોકા કરવા આવજે.” અરર! શું આવા લખાણ જૈનદર્શનના છાપાઓમાં હોય? એક બાજુ જૈનના છાપા કહેવા અને બીજી બાજુ તેમાં આવા ગોટાળા નાખવા? (-વિપરીતતા લખવી ?) પણ લોકોને ભાન કયાં છે?
અમારા (સંપ્રદાયના ગુરુ) હીરાચંદજી મહારાજ સવારના ચાર-પાંચ ગાઉનો વિહાર કરીને (કોઈ ગામ નજીક) આવ્યા હોય તો પહેલા ગામમાં ન જાય. પણ ગામ બહાર કોઈ નેરું (પાણી વગરનું વોકળું) હોય ત્યાં સંતાઈને બેસે અને અડધો કલાક-કલાક સ્વાધ્યાય કરે. પછી ૯-૩૦/૧૦ વાગે ત્યારે ગામમાં જાય. એટલે પછી ગામમાં કોઈ શ્રાવક ચપટી ચોખા કે પાણીનું બિંદુ પણ સાધુ માટે બનાવે નહીં. ત્યારબાદ તેઓ ચારપાંચ ઘરેથી આહાર લે. અને પાણી ન મળે તો તેને ઠેકાણે છાસ લે. જે તેમને ખબર