________________
૧૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરવી છે. અહા! મારગ તો જે હોય તે જ હોય ને બાપા? તે બીજે કેમ હોય? આ ભગવાનનો કહેલો માર્ગ છે કે જેને ગણધરો અનુભવે છે અને ઈંદ્રો પણ કબૂલે છે. શું આ કાંઈ કોઈ બે-પાંચ માણસો માને એવો માર્ગ છે? (ના.)
અહીં કહે છે કે જ્યારે મુનિરાજ શુદ્ધાત્માની અનુભવદશામાંથી – શુદ્ધોપયોગમાંથીખસી જાય ત્યારે શુભભાવ આવે છે. અને ત્યારે તેમને જ્ઞાન ફેરવવાનું કારણ એવું ઉપકરણ નિમિત્તરૂપે હોય છે. જો કે છે તો એ વ્યવહાર સમિતિનો વિકલ્પ પણ બંધનું કારણ, (છતાં તે આવે છે.) તો, એ શુભરાગ ઉત્પન્ન થાય તેને આદાનનિક્ષેપણ સમિતિ કહે છે. ગજબ વાત કરે છે ને!
શ્વેતાંબર અને દિગંબર વચ્ચે બાપા! મોટો ફેર છે, હજારો બોલનો મૂળમાં ફેર છે. તે (તફાવતવાળા) બોલ મેં લખ્યા છે. કેમ કે મેં તો બન્ને (-દિગંબર અને શ્વેતાંબરના) શાસ્ત્રો જોયા છે ને? શ્વેતાંબરના પણ કરોડો શ્લોક જોયા છે. તેઓ સાધુને માટે વસ્ત્રપાત્ર ગ્રાહ્ય માને છે અને કહે છે કે અમારા સાધુને વસ્ત્ર-પાત્ર હોય જ. પણ મૂર્છા ન રાખે. પરંતુ ભાઈ! વસ્ત્ર-પાત્ર રહ્યા છે તે જ મૂછ છે (એમ બતાવે છે.) માટે વસ્ત્રપાત્ર રાખવા પણ મૂછ ન રાખવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. અહા! શ્વેતાંબરમાં ઘણો ફેર (-ઘણી વિપરીતતા) છે ભાઈ! બાપા! એ તો મજૂર જેવો માર્ગ છે. આ કોઈ વ્યક્તિ માટેની વાત નથી, પણ આવું વસ્તુનું સ્વરૂપ છે એમ કહેવું છે. ભાઈ! શું થાય? દુનિયાને સારું લાગે કે ન લાગે, (સત્ય તો આ છે.)
કદાચ દુનિયાને આ વાત સારી ન લાગે, પણ તેથી કરીને સત્ય છે તે શું બદલી જાય? દિગંબરમતમાં “આયાનભંડમતનિક્ષેપણ સમિતિ' એવું નામ નથી, પણ આદાનનિક્ષેપણસમિતિ' એવું નામ છે. કેમ કે ભંડમત એટલે કે વાસણ મુનિને ક્યાં હતા? તેથી “આયાનભંડમતનિક્ષેપણસમિતિ' - એ શ્વેતાંબરની શૈલીની ભાષા છે. પણ સનાતન માર્ગમાં એવી ભાષા (કે સમિતિ) છે જ નહીં. સનાતન માર્ગમાં (દિગંબરમતમાં) તો “આદાનનિક્ષેપણસમિતિ’ એ, બસ, એક ભાષા છે. તથા તેમાં (-તે સમિતિમાં) પુસ્તક આદિ નિમિત્ત તરીકે હોય છે. જ્યારે શ્વેતાંબરમાં સાધુને વસ્ત્ર-પાત્ર હોય જ એમ કહે છે. અરે! વસ્ત્ર-પાત્રવાળા મુનિ જ નથી. પોતે વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ માને તો મિથ્યાદષ્ટિ છે. આકરું કામ છે ભાઈ!