________________
ગાથા – ૬૪]
શ્લોક
૮૭ ઉપરનું પ્રવચન
‘ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.'
જુઓ, ઉત્તમ પરમજિનમુનિઓની તો આ (આદાનનિક્ષેપણ) સમિતિ છે. તથા બધી સમિતિઓમાં આ સમિતિ શોભે છે એમ કહે છે.
[૧૫૩
-
‘તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતા-ક્ષમા અને મૈત્રીભાવ હોય છે.)'
ક્ષાંતિ-ક્ષમા. જેને આવી સમિતિ હોય તેને ધીરજ એટલે કે સહનશીલતા એટલે કે ક્ષમા તેમ જ મૈત્રીભાવ હોય છે. અહા! મુનિને ધીરજ હોય. અર્થાત્ તેઓ ઉતાવળા ન હોય પણ શાંત હોય. લ્યો, વીતરાગ પરમાત્મા જેને મુનિપણું કહે છે તે આવું છે. અહા! જેને અંતરમાં આત્માનુભવ છે, તે ઉપરાંત જેને સંયમ અને સ્થિરતા પણ છે તથા આવી સમિતિનો ભાવ (વિકલ્પ) જેને છે તેને સાથે ક્ષમા અને મૈત્રીભાવ પણ હોય છે એમ કહે છે.
‘હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સિમિત ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ).’
હે ભવ્ય! આવી સમિતિને તું ધારણ કર. અહીં તો મુનિની વાત છે ને? એટલે સમિતિને ધારણ કરવાનું કહ્યું છે અને મુનિની વાત કરીને બીજાને સમજાવે છે કે મુનિપણું આવું હોય છે. આ સિવાય જો કોઈ બીજી રીતે મુનિપણું માને તો તેની ગુરુની શ્રદ્ધામાં ભૂલ છે અને દેવની શ્રદ્ધામાં પણ ભૂલ છે. કેમ કે દેવે (-ભગવાને) બીજી રીતે મુનિપણું કહ્યું છે એમ તે માને છે. તથા તેની શાસ્ત્રની શ્રદ્ધામાં પણ ભૂલ છે. કારણ કે શાસ્ત્ર બીજી રીતે મુનિપણું કહ્યું નથી, છતાં શાસ્ત્રમાં બીજી રીતે મુનિપણું કહ્યું છે એમ તે માને છે. આ રીતે તેની દેવ-શાસ્ર-ગુરુની - ત્રણેયની શ્રદ્ધામાં ભૂલ છે.
નહીં.
અહીં કહે છે કે આ સમિતિને ધારણ કર, કે જેથી તારી અતીન્દ્રિય પરમાનંદરૂપી મુકતદશાનો-પરિણતિનો પ્રિયકાન્ત થઈશ. પછી તે પરિણતિ તને એક સમય પણ છોડશે