________________
૨૮૦].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
લ્યો, વીતરાગ માર્ગમાં–પરમેશ્વર વીતરાગ તીર્થંકરદેવના શાસનમાં – આવા આચાર્ય હોય છે અને આવા જ આચાર્ય, આચાર્ય તરીકે મનાય છે. અરે! આવા આચાર્ય દેખવાય (તેમના દર્શન મળવા પણ) દુર્લભ થઈ પડ્યા છે! અહા! કોઈ એકલા બાહ્ય ક્રિયાકાંડ કરતો હોય તેને અને પંચ મહાવ્રતનો વિકલ્પ હોય તેને ધર્મ માને છે તો મિથ્યાદષ્ટિ છે. એ જૈનના સાધુય નથી અને આચાર્ય પણ નથી.
પ્રશ્ન:- એ જૈનધર્મમાં તો છે ને?
સમાધાન:- એ મિથ્યાદષ્ટિ છે તો જૈનધર્મમાં પણ ક્યાં રહ્યો? એ તો અજ્ઞાનધર્મમાં છે. અહા! જૈનધર્મ તો પુણ્ય-પાપના રાગથી રહિત સ્વભાવને આશ્રયે પ્રગટતી શુદ્ધ પરિણતિ છે. -એ જૈનધર્મ છે, પણ કાંઈ જૈનધર્મ આત્માની શુદ્ધ પરિણતિથી દૂર નથી. અર્થાત્ એ પોતે શુદ્ધ પરિણતિ જ જૈનધર્મ-જૈનશાસન છે. શ્રી સમયસારજીની ૧૫ મી ગાથામાં આવે છે ને? કે પરમ આનંદનું ધામ, શુદ્ધ ચૈતન્યઘન આત્મામાંથી પ્રગટેલી શુદ્ધ અને વીતરાગી દશાને જૈનશાસન કહેવામાં આવે છે. આવું જૈનશાસનનું પરિણમન, અહીં કહે છે કે, અમારે વંધ-વંદનીય છે.
કોઈ અજ્ઞાની કહે છે કે આમાં તો ભારે વાત કરી છે. બહારમાં કંઈક કરવાની સુઝ પડે એવું તો આમાં નથી? આ બધું (-બહારની ક્રિયા) કરીએ છીએ એનું તો નામેય આમાં આવતું નથી?
(બહારનું) તું શું કરે ભગવાન? આ શરીર તો માટી-જડ છે. તેથી એનું હાલવું-ચાલવું થાય એ જડને લઈને થાય છે. તેવી રીતે બોલવું થાય તે પણ જડને લઈને થાય છે, તે તારું કામ નથી. તથા આની દયા પાળું ને આ વ્રત પાળું – એવો વિકલ્પ ઉઠ તે બધો રાગ છે, પણ કાંઈ ધર્મ નથી, જૈનશાસન નથી.
જુઓ ને પોતાના ગુરુ શ્રી ચંદ્રકીર્તિમુનિને યાદ કરીને (શ્રી પદ્મપ્રભમલધારિદેવે) કેવું કાઢ્યું? (કેવી વાત કરી?) કે તેમનું ચૈતન્યપરિણમન વંદ્ય છે. લ્યો, આવું કાઢ્યું.
પ્રશ્ન:- શું શ્રી પદ્મપ્રભમલધારિદેવે પોતાના ગુરુનું પરિણમન જાણી લીધું કે જેથી આવી વાત કરે છે?) શું છદ્મસ્થ, છદ્મસ્થના પરિણામને જાણે ? તેમ જ આ કાળમાં છમસ્થ, છદ્મસ્થના પરિણામને જાણે કે નહીં એ પ્રશ્ન છે.
સમાધાન:- (હા), છદ્મસ્થ, છદ્મસ્થના પરિણામને આ કાળમાં પણ જાણે. જુઓ ને. અહીંયા કોની વાત કરે છે? આ પંચમ કાળની તો વાત છે. પોતે (ટીકાકાર) પંચમ