________________
ગાથા – ૭૩]
[૨૭૯
અહા! મોક્ષ એટલે આત્માની પૂર્ણ આનંદદશા. તેનું કારણ શુકલધ્યાન છે. એ શુકલધ્યાનનો આશ્રય (ત્રિકાળી) આત્મદ્રવ્ય છે. તેથી તેનું ઉપાદાન કારણ આત્મદ્રવ્ય છે, જ્યારે તેનું બાહ્ય નિમિત્તે અમારા ગુરુનું ચૈતન્ય પરિણમન છે. લ્યો, આ નિયમસારની ૫૩ મી ગાથામાં પણ જ્ઞાનીનો અભિપ્રાય અંતરંગ કારણ છે એમ કહ્યું છે ને? જો કે જ્ઞાનીનો અભિપ્રાય પણ છે તો બાહ્ય કારણ, છતાંપણ વાણીની અપેક્ષાએ અંતરંગ કારણ છે એમ કહ્યું છે. તો, એ અંતરંગ કારણની જ અહીં વાત લીધી છે કે તે (-અમારા ગુરુની પરિણતિ) નિર્વાણના કારણનું કારણ છે.
“શમ-દામ-યમનું નિવાસસ્થાન” છે. ‘શમ = શાંતિ; ઉપશમ'. વીતરાગી ભગવાન આત્માને અવલંબે પ્રગટેલી વીતરાગી દશા શાંતિ..શાંતિ...શાંતિનું નિવાસસ્થાન છે, શાંતિને રહેવાનું ઘર છે. અહા! અમારા ગુરુનું ચૈતન્યપરિણમન આત્માની શાંતિનેઅકષાય પરિણતિને –રહેવાનું એટલે કે નિવાસનું સ્થાન છે. ‘દમ = ઈંદ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા.” અમારા ગુરુનું પરિણમન જિતેંદ્રિયતાનું નિવાસસ્થાન છે. “યમ = સંયમ”. અમારા ગુરુનું પરિણમન ભાવસંયમનું નિવાસસ્થાન છે. કહો, શ્રી પદ્મપ્રભમલધારિદેવના ગુરુ આવા હતા તો એનો અર્થ એ થયો કે) એ સમયે–00 વર્ષ પહેલાં–આવા મુનિ (આચાર્ય) હશે ને?
અહીં કહે છે કે અમારા ગુરુનો ભગવાન આત્મા અંતરના શુદ્ધ સ્વભાવરૂપે પરિણત થઈને ઊછળી રહ્યો છે અને એ પરિણતિ શમ-દમ-યમનું નિવાસસ્થાન છે – રહેવાનું ઘર છે.
મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર)” છે. ઉપરના બોલમાંય ‘દમ' શબ્દ છે અને આ બોલમાંય ‘દમ’ શબ્દ છે. ઉપરના બોલમાં ‘નિવાસસ્થાન’ શબ્દ છે, જ્યારે આ બોલમાં મંદિર (ઘર)' છે એમ કહે છે. અહા! નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ – ધર્મની દશા – તો મૈત્રી, દયા અને દમનું ઘર છે.
“એવું આ શ્રી ચંદ્રકીર્તિમુનિનું નિરુપમ મન (-ચત પરિણમન) વંદ્ય છે.” અહીંયા ‘મન’ની વ્યાખ્યા (-અર્થ) “ચૈતન્યપરિણમન' એવી કરી છે. કેમ કે મન: એટલે મનન છે ને? અર્થાત્ ભાવમનન. અહા! કહે છે કે મુનિની આવી નિર્વિકલ્પ વીતરાગી દશા અમારે વ્યવહારે વંદ્ય છે – આદરણિય છે. પણ એમના પંચ મહાવ્રતના વિકલ્પ અને નગ્નપણું અમારે વંદ્ય છે નહીં.