________________
૧૦૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! ચોથી ગાથામાં એમ આવ્યું છે કે સમસ્ત જીવોએ રાગનો ભાવ-વિભાવવિકલ્પ, તે પછી શુભ હો કે અશુભ, અનુભવ્યો છે. કેમ કે એકેંદ્રિયમાં પણ નિરંતર શુભ અને અશુભ વિકલ્પ થયા કરે છે. શું કહ્યું? કે અનંતા નિગોદના જીવને – કે જે હજુ ત્રસ પણ થયા નથી તે જીવોને – પણ ક્ષણમાં શુભભાવ અને ક્ષણમાં અશુભભાવ એમ નિરંતર શુભાશુભભાવ થાય છે. તેથી તે શુભાશુભભાવરૂપ રાગને કરવો એવું તેણે – એકેંદ્રિયના જીવે પણ—સાંભળ્યું છે એમ ચોથી ગાથામાં ભગવાને કહ્યું છે. તે શુભાશુભભાવમય રાગનું વેદન તેને છે. મતલબ કે રાગની કથા સાંભળવાનું ફળ જે રાગનું વેદન છે તે એકેંદ્રિય જીવને છે એટલે તેણે રાગની કથા સાંભળી છે, પણ રાગથી ભિન્ન આત્માની કથા સાંભળી નથી એમ કહેવામાં આવે છે. આ તો માર્ગ બાપા! વીતરાગનો છે.
આ ભાષાસમિતિની વાત ચાલે છે ને? તો, કહે છે કે સાચી ભાષાસમિતિ તેને કહીએ કે એક આત્મામાં જે અનંત ગુણ સત્પણે છે...
તે અનંત ગુણ કેટલા છે?
કે ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણ સપણે છે. એક સેકંડમાં અસંખ્ય સમય જાય. એવા ત્રણકાળના સમયથી (સંખ્યાએ) અનંતગુણા ગુણ એક જીવમાં સતપણે છે. આવા અનંત ગુણના સને જ્ઞાનની એક સમયની પર્યાય—કે જે વર્તમાન સત્ છે તે–સ્વીકારે છે. એટલે કે ત્રણકાળના સમયથી અનંતગુણા જે અનંતાનંત ગુણ છે તેને એક સમયની પર્યાય—કે જે ત્રણકાળના સમયથી અનંતમા ભાગની છે તે – એક સમયમાં સ્વીકારે છે. આ રીતે, ત્રણકાળના સમયથી અનંતમા ભાગની એક સમયની પર્યાય, ભગવાન આત્માના ત્રણકાળના સમયથી અનંતગુણા સરૂપ ગુણોનો સ્વીકાર કરીને તેમાં એકાગ્ર થાય તેને નિશ્ચય ભાષાસમિતિ કહીએ. અને આવી નિશ્ચય સમિતિ જ્યાં હોય ત્યાં વિકલ્પ ઉઠ તેને વ્યવહાર સમિતિ કહે છે. પ્રશ્ન:- વ્યવહાર ઈર્યાસમિતિ એટલે જોઈને ચાલવું એમ નહીં?
સમાધાન:- (ના), ચાલવું એ તો વ્યવહાર ઈર્યાસમિતિમાં પણ નથી. વ્યવહાર ઈસમિતિમાં તો બીજા જીવને દુઃખ ન થાય એવો ફક્ત વિકલ્પ હોય છે. જ્યારે ચાલવાની ક્રિયા-ગતિ તો જડની છે, તેથી એ વ્યવહાર સમિતિ પણ નથી. સમિતિ કાંઈ જડમાં ન હોય. આ વાતો તો બાપા! પરમ સત્ય છે. - જે સતુરૂપ વર્તમાન જ્ઞાનનો અંશ છે... સમ્યક જ્ઞાનરૂપ સતુ હો. કેમ કે અહીંયા સમ્યફ સની વાત છે ને? તો, સમ્યફ સત્ એવી એક સમયની મતિ-શ્રુતની પર્યાય,