________________
ગાથા – ૬૨]
[૧૦૭
પોતાના એક સમય કરતા સંખ્યાએ અનંતગુણા એવા સરૂપ ગુણો છે તેમાં એક થાય—પરમ સસ્વરૂપ પ્રભુ આત્મામાં એકત્વ થાય – અને વીતરાગતા પ્રગટે તેને અહીંયા સાચી ભાષાસમિતિ કહેવામાં આવે છે. તે જીવને ભલે ભાષા ન હોય તોપણ, ભાષાનું ફળ જે ભાવ છે તે ભાવ છે તેથી, વ્યવહાર ભાષાસમિતિ પણ છે. જેમ બધા એકેંદ્રિય જીવે રાગની કથા સાંભળી નથી, પણ રાગનું વેદન છે માટે રાગની કથા સાંભળી છે એમ ભાઈ! (સમયસારની ચોથી ગાથામાં) કહ્યું તેમ અહીંયા પણ ભાષા સમિતિમાં ભાષા બોલવાની વાત નથી, પરંતુ ભાવની વાત છે. અહા! એક સમયમાં ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે. તેમાં ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ છે. પણ ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ કોને કહે? (તે કેટલી મોટી સંખ્યા છે!) છતાં તે ગુણોને ત્રણકાળના સમયથી અનંતમા ભાગની એક સમયની પર્યાય—પર્યાય એક સમયની છે ને? – સ્વીકારીને તેમાં એકાગ્ર થાય છે.
બીજી રીતે કહીએ તો,
(૧) ત્રણકાળના સમય છે તેનાથી એક સમયની પર્યાયનો કાળ અનંતમા ભાગનો છે અને (૨) ત્રણકાળના સમય છે તેનાથી સંખ્યાએ અનંતગુણા ગુણ આત્મામાં છે. છતાં તે અનંતા ગુણોને સ્વીકારીને એક સમયની પર્યાય તેમાં એકાગ્ર થાય છે – કે જેને સમિતિ કહેવામાં આવે છે. લ્યો, આવું તો કોઈ દિ' સાંભળ્યું પણ નહીં હોય કે વીતરાગ શું કહે છે. અને તે મૂળ વાત મુકીને બધા અજ્ઞાની ઉપર-ઉપરથી વાત કરે છે.
અહીંયા કહે છે કે ત્રણલોકના નાથ ભગવાનની વાણીમાં નિશ્ચયસમિતિ આ રીતે આવી છે કે નિગોદ સિવાયના કોઈપણ ભવ કરી શકે નહીં એવા જે નિગોદના અનંત જીવ છે તે એક-એક જીવમાં પણ ત્રણકાળના સમયથી અનંતગુણા અનંત ગુણ છે. આવા અનંત ગુણમાં, વર્તમાન સર્પ પર્યાય તેને સ્વીકારીને અંતર એકાગ્ર થાય તેને નિશ્ચયસમિતિ—ધર્મમય સમિતિ–શુદ્ધ પરિણતિરૂપ સમિતિ–કહેવામાં આવે છે. ભારે કામાં બધા જીવોએ અનંતાનંત ભવ કર્યા છે એમ જે કહેવામાં આવે છે એ તો મિથ્યાત્વની અનંતાનંત ભવ કરાવવાની શક્તિ છે તેથી વ્યવહારે કહેવામાં આવે છે. નહીંતર તો જેટલી સંસારી જીવની સંખ્યા છે તેના અનંતમા ભાગના જીવોએ જ નિગોદ સિવાયના અનંતાનંત ભવ કર્યા છે. બીજા જીવો તો નિગોદમાં જ એમ ને એમ અનાદિથી સદાય પડ્યા છે.
અહીં કહ્યું કે “જેમણે બધું વસ્તુસ્વરૂપ જાણી લીધું છે.” - મુનિએ તેમ જ સમકિતીએ તેમની એક સમયની જ્ઞાનપર્યાયમાં ત્રણકાળના સમયથી પણ અનંતગુણા