________________
૧૦૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
એવા પોતાના અનંતાનંત ગુણોને જાણી લીધા છે. સમ્યગ્દષ્ટિએ પણ જાણી લીધા છે હો. અર્થાત્ આ તો હજુ મતિ-શ્રુતજ્ઞાનની—ચોથા ગુણસ્થાનની—વાત છે. અહા! આત્માને જાણ્યો ત્યાં સમ્યજ્ઞાન થતાં સાથે અનંતા ગુણ પણ જાણવામાં આવી ગયા. કેમ કે તે સમ્યજ્ઞાન છે ને? સત્યજ્ઞાન છે ને?
અહા! સમ્યગ્દર્શન એટલે સન્દર્શન, પ્રશસ્તદર્શન, પ્રશંસનીય દર્શન. તો, પ્રશંસનીય દર્શન એટલે શું? તે પ્રશંસનીય દર્શન કાંઈ એવા વિકલ્પરૂપ નથી કે આ દેવ-ગુરુ-ધર્મ સાચા અને ભગવાન કહે તે સાચું. કેમ કે એ વિકલ્પ તો રાગ છે. પરંતુ ત્રણકાળના સમયનો અંત નથી તેનાથી પણ અનંતગુણા એવા અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય તે પ્રશંસનીય દર્શન છે. અને તે પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં. અહા! ત્રણકાળના સમયનો અંત નથી અને તેનાથી પણ અનંતગુણા ગુણ!!! અહો! આવા અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં.
ભાઈ! હું બીજું શું કહું છું તે સમજાય છે?
કે અનંત ગુણની સન્મુખતાવાળી પર્યાય વિકલ્પવાળી હોય જ નહીં, પરંતુ નિર્વિકલ્પ અને અનંત સામર્થ્યવાળી હોય. આવા અનંત-અનંત ગુણમય પરમસત્ પરમાત્મા... દરેક (આત્મા) પોતે જ ભગવાન (પરમાત્મા) છે હોં. તો, આવા અનંત-અનંત ગુણમય સરૂપ પ્રભુ આત્મા બિરાજે છે – આવું જે સનું સ્વરૂપ છે – તેના અંતરમાં જે વર્તમાન જ્ઞાનપર્યાય, શ્રદ્ધાપર્યાય એકાગ્ર થાય તે પર્યાય નિર્વિકલ્પ થઈને જ એકાગ્ર થાય. રાગવાળી પર્યાય અંતરમાં એકાગ્ર થઈ શકે નહીં, કારણ કે રાગમાં જાણવાની તાકાત નથી. જુઓ, અહીં કલશમાં તો, ‘તે બધું જાણે છે' એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે જાણવાની તાકાત તેની મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં છે. આ, ચોથા ગુણસ્થાનની વાત છે હોં. મુનિદશામાં છઠું-સાતમે ગુણસ્થાને સ્થિરતા વધારે છે, જ્યારે ચોથા ગુણસ્થાને સ્થિરતા ઓછી છે. પણ જાણવામાં ફેર નથી. આ ઝીણું પડે તો પણ મારગ આવો છે!
અહીં પ્રભુ કહે છે કે એક સમયમાં પર ઉપરનું લક્ષ સમેટીને છોડીને જ્યારે પર્યાય પરમ સસ્વભાવ તરફ આવે છે ત્યારે તે પર્યાયની તાકાત અનંતી થઈ જાય છે. ચોથા ગુણસ્થાને પણ મતિજ્ઞાનની, શ્રુતજ્ઞાનની ને શ્રદ્ધાની પર્યાય અનંતગુણી તાકાતવાળી છે હોં. કેમ કે તે પર્યાય ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણને સ્વીકારીને તેમાં એકાગ્ર થઈ છે. આવી વાતો છે બાપુ ભગવાન! સમ્યગ્દર્શન કાંઈ લોકો માને એવી સાધારણ ચીજ નથી. સમ્યદર્શન એટલે સત્ દર્શન, સત્ એવું જે ભગવાન આત્માનું પૂર્ણસ્વરૂપ છે તેનું દર્શન. ગુણો સરૂપે છે ને? ધૃવરૂપે છે ને? તો, તે ત્રણકાળના સમયથી અનંતગુણા એવા પરમસરૂપ અનંતાનંત ગુણોનું દર્શન તે સમ્યગ્દર્શન છે.