________________
ગાથા – ૭૦]
[૨૧૭
કે ચૈતન્યરૂપ આત્મામાં. પણ આ કાયોત્સર્ગની વાત છે એટલે આ વાત કરી કે – એવો અર્થ કર્યો કે - સ્વશરીરમાં સ્વશરીરથી પ્રવેશી ગયા.
અહા! મન-વાણી-દેહ તરફની વિકલ્પ દશા–રાગ—છે એનાથી નિવૃત્ત થવું તે કાયોત્સર્ગ છે. પણ જ્યારે તેનાથી નિવૃત્ત થયા ત્યારે થયું શું? તે ગયા ક્યાં? કે આનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે એની અંદર નિર્મળ પરિણતિ દ્વારા અભેદ થયા. અને આત્મામાં અભેદ થયા એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે.
ભારે વાત ભાઈ! અરે! બહારમાં આવી વાત સાંભળવામાં પણ આવતી નથી. ત્યાં તો “આમ કરો- સામાયિક, પ્રતિક્રમણ કરો એટલે જાવ થઈ ગયો ધર્મ એવી વાત સાંભળવા મળે છે. પણ સામાયિક, પ્રતિક્રમણના પાઠમાં શું કહ્યું છે તેમ જ એ બોલવાની ભાષા જડ છે અને તેમાં વિકલ્પ થવો એ રાગ છે એવી કાંઈ અજ્ઞાનીને ખબર નથી. અરે! એણે અનંતકાળ એમ ને એમ - વાસ્તવિક તત્ત્વના ભાન વિના – ગાળ્યો છે અને ચોરાશીના અવતારમાં ગળી ગયો (ડૂબી ગયો) છે.
જુઓ ને કેવી (સરસ) વાત કરી છે. કે આ શરીર ઉપરનું લક્ષ છોડી દઈને...અહા! આ શરીર જડ છે અને એની ક્રિયા જડક્રિયા હોવાથી તારાથી તેમાં કાંઈ થાય નહિ કે તારાથી તે અટકે એમ પણ બને નહિ. તેથી અહીંયા, શરીર તરફનું લક્ષ છોડ્યું એટલે શરીરની ક્રિયા છોડી એમ કહેવામાં આવ્યું છે. અને શરીર તરફનું લક્ષ છોડ્યું એનો અર્થ એ પણ થયો કે પુણ્ય અને પાપના વિકલ્પનું પણ લક્ષ છોડ્યું. હવે વિકલ્પનું લક્ષ છોડ્યું ત્યારે ગયા ક્યાં? પ્રવેશ ક્યાં કર્યો? (પૂર્વ) શુભ-અશુભ રાગમાં પ્રવેશ હતો અર્થાત્ રાગમાં એકાકાર હતો એ તો અકાયોત્સર્ગ હતો, મિથ્યાત્વભાવ હતો. પણ હવે રાગમાંથી એકાકારપણું છોડ્યું અને સમભાવ થયો તો પ્રવેશ કયાં કર્યો? કે ભગવાન આત્માના ચૈતન્યશરીરમાં.
અહા! આત્મવસ્તુનું ચૈતન્યરૂપ એ સ્વશરીર છે. તો, જ્ઞાન, આનંદ વગેરે સ્વભાવરૂપ અનાદિનું ચૈતન્યમય નિજ શરીર છે એટલે કે સ્વરૂપ છે તેમાં નિજ શરીરથી – નિજ સ્વરૂપથી – પ્રવેશ કરવો એનું નામ કાયોત્સર્ગ છે. અહા! જૈનના વાડામાં જનમ્યા હોય છતાં સત્ય વાત શું છે એ સાંભળીય નથી. અહીંયા તો, ત્રિલોકનાથ તીર્થકરની – કે જેઓ સો ઈંદ્રોના પૂજનીક છે અને પૂર્ણાનંદસ્વરૂપ પ્રાપ્ત છે તેમની વાણીમાં જે આવ્યું તે વાત સંતો કહે છે.