________________
૨૧૮].
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ જુઓ, અંદર પાઠમાં છે ને? કે ‘સ્વીર્ય વધુ સ્વસ્થ વપુષા વિવેશ ' | સ્વછીયે વધુ = પોતાનું શરીર. આનંદ અને જ્ઞાનનું ધામ એવો આત્મા જ પોતાનું શરીર છે. અહા! આત્માને આ જડ શરીર નથી, કેમ કે આ તો માટીનું બનેલું જડ છે. તેવી રીતે પુણ્ય-પાપના વિકલ્પરૂપ ભાવ ઉઠે એ પણ વિકાર છે, અચેતન છે. એ કાંઈ ચૈતન્યની જાત નથી. તો, એ શરીર અને વિકારથી–પુણ્ય-પાપના રાગથી – રહિત ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા એક વસ્તુ છે, પદાર્થ છે, તત્ત્વ છે, સત્ત્વ છે. આવું જે નિજસ્વકીય શરીર છે તેમાં અર્થાત્ જ્ઞાન અને આનંદનો સાગર એવા આત્મામાં કે જે સ્વકીય શરીર છે એમાં સ્વસ્થ વપુષા પોતાના શરીરથી વિવેશ પ્રવેશવું તે કાયોત્સર્ગ છે. મુનિરાજ બહુ સુંદર ટીકા કરે છે!
શ્રોતા :- અપૂર્વ વાત છે!
પૂજ્ય ગુરુદેવશ્રી :- (હા), વાત તો એવી છે – અપૂર્વ છે. આ તો વીતરાગની વાત છે અને આ વાત ત્રણકાળમાં બીજે ક્યાંય છે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર સિવાય બીજે ક્યાંય આવું વસ્તુસ્વરૂપ હોઈ શકે નહિ. અહા જુઓ ને વસ્તુને સિદ્ધ કરવાની એક રીત!
અહા! શરીરની ગુપ્તિ એટલે શરીર તરફના પુણ્ય-પાપના રાગભાવને છોડવો. અને ત્યારે એણે કાયાની ક્રિયાઓ છોડી એમ કહેવામાં આવે છે. હવે (રાગભાવને છોડ્યો) તો ગ્રહ્યું શું? કે ચૈતન્ય ભગવાન આત્માનું કે જે અંતરમાં જ્ઞાન અને આનંદનો સાગર એવો પ્રભુ છે તેનું–જે નિજ શરીર છે એટલે કે સ્વસ્વરૂપ છે તેને ગ્રહ્યું. અર્થાત્ એ સ્વસ્વરૂપમાં સ્વસ્વરૂપ વડે પ્રવેશ કર્યો – નિર્મળ દશા દ્વારા અંદર એકાકાર થયો. અહા! આનો અર્થ એ થયો કે પુણ્યના વિકલ્પથી પણ અંતરમાં એકાકાર થવાતું નથી. કેમ કે વિકલ્પથી નિવૃત્ત થાય ત્યારે તો અહીં અંદરમાં પ્રવેશ થાય એમ કહેવું છે. કહો સમજાણું કાંઈ? પહેલાં સમજણ તો કરે કે સત્ય શું છે? પ્રભુનો મારગ શું છે? વીતરાગ શું કહેવા માગે છે? અરે! તેની ખબર ન મળે અને એમ ને એમ (અજ્ઞાનમાં) જિંદગી ચાલી જાય છે! (ક્ષણે-ક્ષણે) આ શરીર મૃત્યુની નજીક જતું જાય છે. તેમ જ આ જીવ પણ જે મુદત લઈને આવ્યો છે તેના છૂટવાની નજીક જતો જાય છે. ખરું કે નહિ? અહા! આ ચૈતન્ય આત્મા જીવતી જ્યોત છે. જ્ઞાન-શાંતિ-આનંદ-સ્વચ્છતા-પ્રભુતા વગેરેથી ભરેલો પ્રભુ આત્મા જીવતી જ્યોત છે. આવું જ એનું સ્વસ્વરૂપ છે.....સ્વ-સ્વરૂપ કહો કે