________________
ગાથા – ૭૦]
[૨૧૯
સ્વશરીર કહો—એક જ છે. તો, સ્વસ્વરૂપને રાગથી પાછા હઠીને રાગ વિનાની નિર્મળ પર્યાય દ્વારા પકડવો એટલે કે નિર્મળાનંદ પ્રભુ આત્મામાં નિર્મળ દશા દ્વારા પ્રવેશ કરવો એનું નામ શરીરગુપ્તિ અને કાયોત્સર્ગ છે.
પ્રશ્ન :- કાયાની ક્રિયાથી નિવૃત્તિ કરવી કે ન કરવી?
સમાધાન:- કાયાની ક્રિયાથી નિવૃત્તિનો અર્થ આ છે કે એના તરફનું લક્ષ છોડવું. અને ત્યારે કાયાથી નિવૃત્તિ થઈ એમ કહેવામાં આવે છે. તે સિવાય બીજું શું કરવું હતું? કેમ કે આત્મામાં કાયાની નિવૃત્તિ (-કાયાનો અભાવ) છે જ. તે ક્યાં આત્મામાં આવી ગઈ છે? પણ ‘શરીરથી આમ કરવું એવા રાગને અને શરીરની ક્રિયાને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે તેને જેણે છોડ્યો તેણે કાયાની ક્રિયા છોડી-કાયાની ક્રિયાથી નિવૃત થયો—એમ કહેવામાં આવે છે. જુઓ ને ! પાઠમાં જ છે ને? કે ‘ક્રિરિયાળિયત્તી’.. અહા! શું થાય (-કેટલું કહેવાય)? ભાષાથી કહેતા તો એની રીત પ્રમાણે ભાષામાં આવે.
અહીં કહે છે કે ભગવાન આત્મા.....અરે! પણ તે કોણ છે એની હજુ ખબર વિના ત્યાં (તેમાં) ઠરે ક્યાંથી? અંદર જાય ક્યાંથી? ‘હું આત્મા...આત્મા...આત્મા..' એમ કહેવાય છે તો એ શું વસ્તુ છે? એ કઈ ચીજ છે? તેમ જ એમાં શું છે? ખરેખર છે શું? એની ખબર વિના તે અંદરમાં જઈ શકશે નહીં. ભાઈજેમ આ જડ વસ્તુ છે એમ ભગવાન આત્મા પણ વસ્તુ છે, અને જેમ જડમાં જડની શક્તિઓ છે તેમ ભગવાન આત્મામાં પણ તેની અરૂપી અને ચૈતન્યમય એવી અનંત શક્તિઓ છે. આવી અનંત શક્તિનું એકરૂપ સ્વરૂપ એવા ભગવાન આત્માની અંદર નિર્મળ દશા દ્વારા જવું એને કાયોત્સર્ગ, યોગ તેમ જ ગુપ્તિ કહેવામાં આવે છે. એનું નામ જ ધર્મ છે.
શ્રીમદ્જીએ એક જગ્યાએ (ભાન વગર માત્ર પાઠ બોલનારની) ટીકા કરી છે કે ક્યો આત્મા વોસરાવવો (-છોડવો) છે અને ક્યો આત્મા ગ્રહણ કરવો છે તેની બોલનારને કાંઈ ખબર-ભાન ન મળે અને પપ્પા વોસિરામિ' એમ બોલીને આખો આત્મા વોસરાવી (-છોડી) દે છે. ભાઈ! આત્માને વીસરાવવો છે. પણ ક્યા આત્માને? પુણ્ય-પાપની લાગણીઓ છે તે અનાત્મા છે, પણ યથાર્થ આત્મા નથી. માટે તેને વીસરાવવો છે – છોડવો છે અને ત્રિકાળ આનંદસ્વરૂપ આત્માને પકડવો છે. તો, ‘ગપ્પાને વોસિરામિ નો અર્થ એ છે કે કાયા, મન અને વાણી તરફનો પુણ્ય-પાપરૂપ વિકલ્પ-રાગ છે તે અશુદ્ધ આત્મા છે, વ્યવહાર આત્મા છે, વિકારી આત્મા છે અને તેને હું છોડું છું. લ્યો,