________________
૨૨૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અત્યાર સુધી કોઈ દિવસ આ અર્થને ધ્યાનમાં રાખ્યો છે? બહારના વેપારમાં કેટલું ધ્યાન રાખ્યું છે ? તેમાં તો મશગૂલ થઈ જાય—જાણે કે અંદર ડૂબી ગયા! અરે! શરીરને સારું ન હોય તોય દુકાને વેપાર કરવા જાય. શરીરને ઠીક ન હોય તો, ‘ઝટ રોગ મટી જાય અને ઝટ સારું થઈ જાય તો ઠીક, જેથી કામે જઈએ દુકાનમાં જોડાઈ જઈએ” એમ અજ્ઞાનીને થાય છે. પણ ભાઈ! એ તો ઘાણીના બળદની જેમ મજૂરી છે.
અહાહા! જુઓ ને, કેવી (સરસ) વાત કરી છે. અહીંયા ખૂબી તો આ કરી છે કે (ધર્માત્મા-મુનિ) પોતાના શરીરમાં પોતાના શરીરથી પ્રવેશી ગયા એમ કહે છે. લ્યો, આવો ધર્માત્માનો કાયોત્સર્ગ કાળ હોય છે. અહા! ભગવાન આત્મા આ જડ) શરીરથી છૂટ્યો તો ગયો ક્યાં? કે નિજ શરીરમાં. નિજ શરીર શું (કોણ) છે? કે અંદરમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરેનું ધામ પ્રભુ આત્મા છે તે નિજ શરીર છે. અહા! સિદ્ધ ભગવાનને સિદ્ધપદની દશાઓ પ્રગટ થઈ છે. એ દશાઓ આવી કયાંથી? તે બધી દશાઓ આત્મામાં ભરી છે તેમાંથી આવી છે. સિદ્ધ ભગવાનને અને અરિહંત ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત-આનંદ, અનંતવીર્ય વગેરે પ્રગટ્યા છે તે ક્યાંથી આવ્યા? શું તે કાંઈ બહારથી આવે છે? દેહમાંથી આવે છે? વાણીમાંથી કે મનમાંથી કે રાગમાંથી આવે છે? અરે એક સમયની પર્યાયમાંથી પણ શું તે આવે છે? (ના), કેમ કે પર્યાય એક સમયની છે. એ સિદ્ધપદની દશાઓ તો ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મામાંથી—કે જે એવી-એવી અનંત નિર્મળ પર્યાયોનો પીંડ વસ્તુ છે તેમાંથી—આવે છે. તો, આવા પર્યાયવાન આત્માની અંદર નિર્મળ પર્યાય દ્વારા પહોંચી જવું તેને અહીંયા કાયોત્સર્ગ કહે છે. અહા! આવા શબ્દો કેટલાકે તો આખી જિંદગીમાં સાંભળ્યા પણ નહીં હોય. આવી સ્થિતિ છે!
અહીં તો જન્મ-જરા-મરણના અંત લાવવાની વાતો છે. બાપુ! અનાદિથી તું જન્મ-મરણ કરી રહ્યો છો (અને દુઃખી છો.) આ ધૂળના શેઠિયા, દેવ વગેરે બધા પણ દુઃખી છે બિચારા. શું એમ હશે? પૈસાવાળા દુ:ખી હશે? અરે! અહીંયા તો કહે છે કે પર તરફના વલણવાળો વિકાર છે તે દુઃખ અને આકુળતા જ છે. માટે તેને છોડીને એટલે કે શરીર તરફનો આશ્રય ને વલણ છોડીને ભગવાન ચૈતન્યદ્રવ્યમાં નિર્મળ દશા દ્વારા પ્રવેશવું તેને કાયોત્સર્ગ કહે છે. ખરેખર તો, રાગથી છૂટ્યો એટલે તે સમયે નિર્મળ દશા જ થઈ અને તેને નિર્મળ દશા દ્વારા અંદરમાં ગયો’ એમ કહેવામાં આવે છે. લ્યો, આ કાયોત્સર્ગની વ્યાખ્યા! અરે! અજ્ઞાની તો બે મીનીટ પાઠ બોલે એટલે માને કે થઈ