________________
ગાથા – 00].
[૨૨૧
ગયો કાયોત્સર્ગ! બાપુ! એક સેકંડનો કાયોત્સર્ગ જન્મ-મરણનો અંત લાવે છે અને એવા કાયોત્સર્ગની અહીંયા વાત છે. અહીં કહ્યું કે, જેમાં જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવ નથી એવા આત્મામાં પ્રવેશવું તે કાયોત્સર્ગ છે.
તેમની અપરિસ્પંદમૂર્તિ જ (-અકંપ દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.” લ્યો, મુનિરાજ નિજ ભગવાન આત્માના જ્ઞાન અને આનંદસ્વરૂપમાં સ્થિર થાય અને કંપે નહિ તેને શરીરની ગુપ્તિ-નિશ્ચયકાયગુપ્તિ ભગવાન કહે છે. અપરિસ્પંદમૂર્તિ એટલે કે પુણ્યપાપરૂપ કંપન દશા જ્યાં નથી એવી દશા. અને તે જ નિશ્ચયકાયગુપ્તિ છે.
કે આધારના શ્લોક ઉપરનું પ્રવચન કાયક્રિયાઓને..” - એ જડની ક્રિયા છે અને તે નિમિત્તની વાત કરી છે. કેમ કે કાયાની સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે ને? એટલે તેની વાત કરી છે. કામક્રિયા એ નિમિત્ત છે અને વિકાર તે નૈમિત્તિક છે. તો, “કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને...” દેખો! વિકારી ભાવને ભવનું કારણ કહે છે. અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પ-રાગ તો ભવનું કારણ છે એમ કહે છે. અહા! ભગવાન પરમાત્માની ભક્તિનો ભાવ – એવો શુભભાવ – પણ ભવનું કારણ છે. બાપુ આ તો વીતરાગ મારગ છે. તેથી એ વીતરાગ માર્ગમાં રાગ હોઈ શકે નહીં. (હા), ભૂમિકા પ્રમાણે રાગ હોય તે જાણવાલાયક છે, પણ આદરણિય છે એમ છે નહિ.
અહીંયા બે વાત લીધી છે : (૧) કાયક્રિયાઓ અને (૨) ભવના કારણભૂત વિકારી ભાવ. તેમાં જડરૂપ કામક્રિયાઓ-કે જે નિમિત્તરૂપે છે તેકાંઈ ભવનું કારણ નથી. ભવનું કારણ તો પુણ્ય-પાપનો વિકલ્પ - શુભ-અશુભ રાગ - છે. માટે તેને છોડીને એટલે કે વિકારી ભાવને છોડીને.......ચાહે તો ભગવાનની ભક્તિનો વિકલ્પ હો કે દયાદાન-વ્રતનો વિકલ્પ હો, – એ બધાય વિકલ્પ રાગ છે અને રાગ ભવનું કારણ છે. તેથી તેને છોડીને.... અરે! અજ્ઞાની રાડો પાડે છે કે લ્યો, સમકિતીના પુણ્ય પણ ભવનું કારણ? સાંભળ ને ભાઈ! કે તે ભવનું કારણ છે. કારણ કે તે રાગ છે. આવો ભારે મારગ છે બાપા! જેમ ‘સર્પ ગયા ને લીસોટા રહ્યા” એમ કહે છે ને? તેમ અત્યારે આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને બહારના ઢસરડા રહી ગયા છે!