________________
૨૨૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહીં કહે છે કે કાયક્રિયાઓ છે તેનું લક્ષ છોડી દે અને ભવના કારણરૂપ એવા વિકારી ભાવને પણ છોડી દે. આ રીતે કામક્રિયાનું લક્ષ અને વિકારને છોડીને “અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.” અવ્યગ્રપણે = આનંદપણે.
લ્યો, પુણ્ય-પાપમાં અર્થાત્ શુભ-અશુભભાવમાં તો વ્યગ્રતા છે, અસ્થિરતા છે, કંપન છે, દોષ છે. માટે તેને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું. જોયું? પાછું એમ નથી કહ્યું કે ભગવાનના આત્મામાં સ્થિત રહેવું. કારણ કે એ ભગવાન તો પર છે. પણ નિજ આત્મામાં સ્થિત રહેવું. અહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ છે, સ્વભાવનો સાગર છે. આવા નિજ આત્માની અંદર સ્થિર રહેવું તે કાયોત્સર્ગ કહેવાય છે. અને આનું નામ ધર્મ કહો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો - બધું એક જ છે. કહો, આમ છે કે નહીં અંદર શાસ્ત્રમાં ? પાઠ સામે છે અને પાઠનો તો આ અર્થ થાય છે. વાણિયા નામા મેળવે છે કે નહિ? દશેરા આવે ત્યારે ચોપડા નથી મેળવતા? મેળવે છે કે નહિ? (હા). વાણિયા વેપારના ચોપડા મેળવે છે, પણ અહીંયા આ (-શાસ્ત્રનો અર્થ અને પોતાનો અભિપ્રાયો મેળવવામાં તેને વખત મળતો નથી.
શ્રોતા :- ત્યાં લાભ દેખાય છે. અહીં આપ લાભ દેખાડો? - પૂજ્ય ગુરુદેવશ્રી :- ત્યાં ધૂળમાંય લાભ નથી. ‘લાભ સવાયો’ એમ બારણે લખે છે ને? પણ ખરેખર તો, ‘આત્માનું લક્ષ કરે તો લાભ થાય’ એમ તેનો અર્થ છે. એકવાર લગભગ ૬૪-૬૫ ની સાલમાં પાલેજમાં અમે એક વેપારી સાથે દિવાળીના નામા લખેલા. (-એકસાથે ચોપડાપૂજન કરેલું.) પણ પછી થયું એવું કે તેનું કાપડ બળી ગયું. લ્યો, સાથે નામા લખેલા તોપણ તેનું કાપડ બળી ગયું. પરંતુ તેમાં સાથે લખેલા નામા શું કરે? પાપનો ઉદય આવે તો, તે નામા પણ પડ્યા રહે. ભાઈ! પૂર્વના પુણ્ય-પાપ પ્રમાણે બહારની ક્રિયાઓ થાય છે ત્યાં તારું જાળવ્યું કાંઈ રહેતું નથી. જ્યારે આ – આત્મામાં સ્થિત રહેવું તે - તારાથી જાળવ્યું રહે એવું છે.
અહા! નિજ ભગવાન આત્મા વસ્તુ છે, પદાર્થ છે. આત્મા પોતે જ સચ્ચિદાનંદ પ્રભુ છે. તે સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ છે. તો, પુણ્ય-પાપના વિકલ્પને છોડીને તેમાં સ્થિત રહેવું એનું નામ ભગવાન કાયોત્સર્ગ, શરીરગુપ્તિ અને ધર્મ કહે