________________
ગાથા – ૭૦]
[૨૨૩
છે શ્લોક - ૯૫ ઉપરનું પ્રવચન : અપરિસ્પંદાત્મક એવા મને..” પોતે (મુનિરાજ પોતાની વાતો કહે છે કે હું તો અંદરમાં પુણ્ય-પાપના રાગથી ભિન્ન અપરિસ્પંદાત્મક છું. એટલે કે પુણ્ય-પાપના વિકલ્પમાં ન આવું એવી હું ચીજ છું. ધ્રુવસ્વરૂપ ચૈતન્યબિંબ એવો હું ભગવાન આત્મા અપરિસ્પંદાત્મક છું અર્થાત્ સ્થિર બિંબ છું. શરીર અને પુણ્ય-પાપ આદિ બધાય કંપનમય છે, પરિસ્પદ છે, જ્યારે મારું નિજ સ્વરૂપ અપરિસ્પદ છે. મારામાં કંપન નથી, અસ્થિરતા નથી અને પુણ્ય-પાપના વિકલ્પ પણ નથી. હું તો સ્થિરબિંબ, શાંત, આનંદકંદ છું.
એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે.” પરિસ્પંદાત્મક આ પુણ્ય-પાપ અને શરીરાદિ વ્યવહારથી મારામાં છે. તેઓ નિશ્ચયથી મારામાં છે નહિ. પર્યાયમાં નિમિત્તનૈમિત્તિકસંબંધ હોવાથી શરીરાદિ મારામાં છે એમ વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર તો તેઓ મારામાં છે નહીં. વ્યવહારથી કહેવાય એટલે કે છે નહિ એને કહેવું. (નથી તેને કહેવું તે વ્યવહાર છે.) આત્મામાં આ શરીરાદિ છે? ના. છતાં વ્યવહારથી આત્મામાં છે એમ કહેવાય. એટલે કે તે આત્મામાં નથી.
અહા! મારું ચૈતન્યરૂપ શરીર અપરિસ્પદ છે. ધ્રુવ....ધ્રુવ....નિત્યાનંદ અવિનાશી—આદિ-અંત વિનાનું–મારું તત્ત્વ છે. આવા મને આ પરિસ્પંદાત્મક વિકાર અને શરીર છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પરમાર્થે તેઓ મારા છે નહિ. ભારે ભાઈ આવી વાત!
તેથી હું શરીરની વિકૃતિને તજું છું.” એ પરિસ્પંદાત્મક શરીર અને રાગાદિ વ્યવહારથી મારા છે ને? તો તે વ્યવહારને હું છોડું છું એમ કહે છે. સમાણું કાંઈ? અહા! મારી ચીજ ભગવાન આત્મા આનંદનું ધામ અને સ્થિર બિંબ છે. એમાં સ્થિર રહીને પરિસ્પંદાત્મક એવા વિકારને અને શરીરને – કે જેઓ વ્યવહારથી મારા કહેવામાં આવે છે તેમને - હું છોડું છું. હું શરીરની વિકૃતિને તજું તેનો અર્થ એ છે કે ખરેખર પુણ્ય-પાપરૂપ બધો ભાવ શરીરની વિકૃતિ છે, પણ આત્માનો ભાવ છે નહિ. માટે તેને હું તજું છું.
લ્યો, એ નિશ્ચયકા ગુપ્તિની વ્યાખ્યા કરી.
પ્રવચન નં. NSS / ૬૩
તારીખ ૧૦-૭-૭૧
ગાથા - ૭૦ ] શ્લોક - ૯૫