________________
૧૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા અવિકાર, અકષાય, વીતરાગ સ્વભાવી અને મહા અનારંભી પ્રભુ આત્મા અંદર પડ્યો છે. તેનો આશ્રય લેતાં જેટલું અનારંભીપણું પ્રગટે તેટલી અહિંસા છે અને જેટલો રાગ બાકી રહે તેટલી હિંસા છે. ભગવાન ! આપે તો બાહ્યગ્રંથ એવા વસ્ત્ર, પાત્ર આદિ અને અત્યંતરગ્રંથ એવા રાગાદિ–બન્નેને છોડ્યા. આ આપની નિજ આત્મા ઉપર બહુ-પરમ કરુણા છે. કહો, આ પરમ કરુણા છે. લ્યો, ભગવાનને આત્માની દયા પ્રગટી એમ કહે છે. ભગવાનને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ દયા તો પ્રગટી હતી જ, હવે રાગના ત્યાગરૂપ પણ (ચારિત્ર અપેક્ષાએ પણ) આત્માની કરુણા-દયા પ્રગટી એમ કહે છે. જેમને નિમિત્ત-ગ્રંથમાં (બાહ્યગ્રંથમાં) વસ્ત્રનો ધાગો પણ ન રહે અને અંદરમાં (અંતરંગ ગ્રંથમાં) રાગનો કણ પણ ન રહે તે પરમ નિગ્રંથ છે અને તેમને અહીંયા પરમ કરુણાવંત કહેવામાં આવે છે. આ વસ્તુ તો જુઓ!
અહા ! પરમ બ્રહ્મ એવો ભગવાન આત્મા ત્રિકાળ અહિંસાસ્વરૂપ જ છે. આ પરમ બ્રહ્મ ભગવાન આત્માનું હોવાપણું જે દષ્ટિએ અને જ્ઞાને સ્વીકાર્યું તે અહિંસાદષ્ટિ ને અહિંસાજ્ઞાન છે. તેમ જ તેનો જેટલો આશ્રય (ચારિત્રમાં) સ્વીકાય તેટલો (ચારિત્રનો) અહિંસાભાવ પણ છે. પરંતુ તે વખતે જેટલો પરદ્રવ્યના આશ્રયનો રાગ બાકી રહ્યો તેટલો ત્યાં આરંભ અને હિંસા છે. પ્રભુ આપે તો રાગ અને રાગના નિમિત્તો એવા વસ્ત્ર, પાત્રાદિબન્ને ગ્રંથને છોડ્યા. અહો! આપને આપની ઉપર મોટી કરુણા છે. લ્યો, કરુણા આવી હોય છે ! આ સિવાય પરની દયા તો કોણ પાળી શકે છે. કેમ કે અન્ય જીવ તો) તેના આયુષ્ય પ્રમાણે જીવે છે અને આયુષ્ય ન હોય તો મરણ પામે છે. તેમાં આ જીવનો (કાંઈ) અધિકાર છે નહીં. અર્થાત્ પરને બચાવવાનો પણ અધિકાર નથી અને મારવાનોય અધિકાર તેને નથી. ફક્ત પરને મારવાનો ભાવ અને ન મારવાનો ભાવ તેને આવે છે. પરંતુ એવા તે બન્નેય ભાવ રાગ છે અને રાગ તે આરંભ છે. લ્યો, પરની દયા પાળવાનો ભાવ એવો રાગ પણ આરંભ છે એમ કહે છે. અજ્ઞાની કહે છે કે બાહ્યનો આરંભ છોડવો તે દયા કહેવાય. જ્યારે ભગવાન કહે છે કે તેનું નામ હિંસા છે, દયા નહીં. ભાઈ! તને ખબર નથી. દયા તો તેને કહીએ કે આત્મા નિજ સ્વરૂપમાં લીન થઈને નિશ્ચય અનારંભપણે પરિણમે. આત્મા રાગ વિનાના વીતરાગભાવપણે પરિણમે તેને દયા અને અહિંસા કહીએ.
કેટલાક કહે છે કે, પણ આ તો એકલી નિશ્ચયની જ વાતો છે?
પણ ભાઈ! નિશ્ચયની સાથે વ્યવહાર હોય છે એ વાત શું નથી આવતી? (આવે છે), કેમ કે જે પૂર્ણ નથી થયો તેની તો અહીંયા વાત છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકમાં