________________
ગાથા – ૫૬]
[૧૫
એક પત્રમાં આવે છે કે પ્રદેશમાં નિગ્રંથપણે રહેતાં કોટી કોટી વિચાર આવે છે. તો, તે નિગ્રંથપણું એટલે રાગ રહિત દષ્ટિનું નિર્ચથપણું. રાગના પક્કડ વિનાનું જે સ્વભાવના પકડવાળું નિગ્રંથપણું છે તે, પણ છઠ્ઠા ગુણસ્થાનનું નિગ્રંથપણું નહીં. જ્યારે આ નિગ્રંથપણું તો ગૃહસ્થાશ્રમના રાગના અભાવવાળું છે. (અહીંયા જે નિગ્રંથપણાની વાત છે તે છઠ્ઠા ગુણસ્થાનની છે)
અહીં કહે છે કે વસ્ત્ર આદિનો વેશ છે તે વિકૃત વેશ છે, પણ મુનિનો વેશ નથી. હે ભગવાન! આપ તે વિકૃત વેશ અને ઉપાધિમાં – બાહ્ય પરિગ્રહમાં – લીન ન થયા, પણ ભગવાન આત્મામાં લીન થવા આપે નિગ્રંથપણું પ્રગટ કર્યું અને તેને પરમાર્થ અહિંસાવ્રત કહે છે. તથા તે ભૂમિકામાં રાગની મંદતારૂપ સાવધના ત્યાગનો પ્રયત્ન વર્તે છે તેને વ્યવહાર અહિંસાવ્રત કહે છે. લ્યો, આ નિશ્ચય અને વ્યવહાર અહિંસાનું સ્વરૂપ છે.
છે
શ્લોક - ૭૬ ઉપરનું પ્રવચન છે
આ નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. તેમાં પહેલી (૫૬ મી) ગાથાનો આ કળશ છે. પહેલાં (૧૬ મી ગાથામાં) અહિંસાવ્રતની વ્યાખ્યા થઈ છે તેનો આ કળશ
છે.
કેવો છે જૈનધર્મ-વીતરાગધર્મ? કે,
ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે’
ત્રસઘાતના પરિણામરૂપ જે અશુભભાવ છે તે અજ્ઞાન અંધકાર છે, કેમ કે તેમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. આવા જે ત્રસઘાતના પરિણામ છે – આવો જે અજ્ઞાનરૂપી ધ્ધાંત અંધકાર છે – તેના નાશનો હેતુ જૈનધર્મ છે. એટલે કે જૈનધર્મ અશુભ પરિણામના નાશનું કારણ છે. અશુભ પરિણામમાં પણ ત્રસઘાતના પરિણામ અહીંયા લીધા છે, કેમ કે આ અહિંસાવ્રતનો અધિકાર છે ને?
સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે.”
જૈનધર્મ આખી દુનિયાના-જગતના-લોકના-જીવસમૂહને અર્થાત્ બધા જીવોને સુખપ્રદ છે, સુખ અને શાંતિનો દેનાર છે. લ્યો, વીતરાગભાવ શાંતિ અને સુખનો આપનાર છે એમ કહે છે. અને તેને જ જૈનધર્મ કહીએ.