________________
૧૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
“સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે.'
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એવા જે સ્થાવર એકેંદ્રિય જીવો છે તેના વિવિધ વધથી મતલબ કે તેમને અનેક પ્રકારે હણવાથી જૈનધર્મ બહુ દૂર છે. જૈનધર્મ એટલે કે વીતરાગભાવ એકેંદ્રિય જીવોના વધના પરિણામથી તો અતિ દૂર છે. જુઓ, વધના પરિણામથી જૈનધર્મ અતિ-બહુ દૂર છે એમ કહ્યું છે ને? અર્થાત્ ત્રણ-સ્થાવરના વધના પરિણામ અશુભ છે તેનાથી શુભભાવ દૂર છે અને શુભભાવથી શુદ્ધભાવ દૂર છે. માટે અશુભભાવ તો જૈનધર્મ નથી, પરંતુ શુભભાવ પણ જૈનધર્મ નથી.
અને સુંદર સુખસાગરનું જે પૂર છે.”
પોતાનો ત્રિકાળી સ્વભાવ જિનસ્વરૂપ છે તેના આશ્રયે પ્રગટ થયેલો વીતરાગભાવ– કે જે જૈનધર્મ છે તે – વારૂશર્માધ્ધિપૂર: સુંદર સુખસાગરનું પૂર છે. જુઓ! પરમ આનંદનો પ્રવાહ પરિણામમાં વહે તે જૈનધર્મ છે એમ કહે છે. અહા ! ધર્મ સુંદર સુખસાગરનું પૂર છે. જૈનધર્મ એટલે વર્તમાન નિર્મળ પરિણતિ અને તેની વાત છે હો. (બીજી રીતે કહીએ તો) ત્રિકાળી જીવ તો સુખસાગરનું પૂર છે જ અર્થાત્ જીવનું પરમ
સ્વરૂપ તો પરમ આનંદમય છે જ, પરંતુ આ તો જૈનધર્મ એટલે કે વર્તમાન વીતરાગી પરિણામ પણ પરમ સુંદર સુખસાગરનું પૂર છે એમ કહે છે. જેમાં શાંતિ અને સુખ વહે છે, જે શાંતિ અને સુખનું પરિણમન છે તે જૈનધર્મ છે, પણ શુભાશુભરાગનું પરિણમન જૈનધર્મ નથી.
‘સમયસારની ૧૫ મી ગાથામાં શુદ્ધપર્યાયને જૈનશાસન કહ્યું છે ને? કેમ કે જૈનધર્મ પર્યાયમાં છે ને? અબદ્ધસ્કૃષ્ટ એવા આત્માને જેણે અંતરમાં જાયો તેને પર્યાયમાં વીતરાગતા ને આનંદ વહે છે અને તેને જૈનશાસન-જૈનધર્મ કહે છે. લ્યો, આ જૈનધર્મની વ્યાખ્યા! ત્રણ-સ્થાવરને ન મારવા, તેની દયા પાળવી તે જૈનધર્મ – એમ તેની વ્યાખ્યા નથી. કેમ કે એકેંદ્રિયને હણવાના અશુભભાવ છે તેનાથી જૈનધર્મ બહુ દૂર છે અને તેને નહીં હણવાના શુભપરિણામ છે તેનાથી પણ તે દૂર છે. અહા ! વ્રતના પરિણામથી પણ જૈનધર્મ દૂર છે એમ કહે છે. લ્યો, આ જૈનધર્મ
‘મૂળ મારગ સાંભળો જિનનો રે...” – એમ (“શ્રીમદ્ રાજચંદ્રમાં) આવે છે ને? તો, આ શુદ્ધતા તે જિનમાર્ગ છે. જિનસ્વરૂપી ભગવાન આત્માને જે પરિણામ વડે અવલંબ્યો તે પરિણામ વીતરાગી છે અને તે જૈનધર્મ છે અર્થાત્ જૈનધર્મ ધર્મના