________________
ગાથા – ૫૬]
[૧૭
પરિણામમાં હોય છે. બહુ ઝીણું છે! અહા! ધર્મી જીવે (-સાધકે) ધર્મી એવા ત્રિકાળી આત્માના આશ્રયે જે પરિણામ પ્રગટ કર્યા તે પરિણામ જૈનધર્મ છે. એટલે કે શાંતરસે પરિણમવું – અકષાયભાવરૂપે થવું - તે જૈનધર્મ છે એમ અહીં કહે છે. કેમ કે અહીં પ્રગટરૂપ જૈનધર્મની વાત છે, પણ ત્રિકાળી (શક્તિરૂપ) જૈનધર્મની વાત નથી.
પ્રશ્ન:- આ તો એકાંત થઈ જાય છે? સમાધાન:- ભાઈ! સમ્યફ એકાંત જ આ છે.
સ ગતિ વિનધર્મ: તે જિનધર્મ જયવંત વર્તે છે.”
જુઓ, જૈનધર્મ' નહીં, પણ 'જિનધર્મ' એમ કહ્યું છે. અને તે ‘નયતિ - જયવંત વર્તે છે' એમ કહીને મુનિરાજ પોતાના પરિણામની વાત કરે છે કે તે જિનધર્મનો ભાવ અમારા પરિણામમાં જયવંત વર્તે છે. તે જિનધર્મ ક્યાંક બીજે રહે છે એમ નહીં, પરંતુ જે સર્વ જીવસમૂહને સુખદાતા છે, ત્રસ ને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર છે અને જે સુખસાગરનું પૂર છે એવો જિનધર્મ, મુનિરાજ કહે છે કે, અમારા પરિણામમાં જયવંત વર્તે છે હો. પૂર્ણ જિનસ્વરૂપ ભગવાન આત્માને અવલંબીને – તેનો આશ્રય લઈને – તેની સન્મુખ થઈને – જે પરિણામ થયા તે પરિણામ અમને વર્તમાન વર્તે છે અને તેથી અમારા પરિણામમાં જિનધર્મ જયવંત વર્તે છે. ત્રસ ને સ્થાવરના વધના પરિણામથી અતિ દૂર એવા અમારા પરિણામ વીતરાગભાવરૂપે વર્તે છે. તે કારણે જૈનશાસન અમારી પાસે છે, જિનધર્મ અમારા પરિણામમાં વર્તે છે એમ મુનિરાજ કહે છે. તે ઉપરાંત એમ પણ કહે છે કે તેની અમને ખબર છે. તેથી તો કહે છે ને ? કે જિનધર્મ જયવંત વર્તે છે. આવો ભારે ધર્મ છે!
અહા! ભગવાને કહ્યું અને મેં માત્ર સાંભળ્યું કે આવો જૈનધર્મ હોય એમ અહીં નથી કહ્યું. પરંતુ અહીં તો એમ કહે છે કે જૈનધર્મ અમારા પરિણામમાં વર્તમાન વર્તે છે અને તેથી તે જયવંત છે, જીવતો-જીવંત છે. અહા! મુનિરાજને ધર્મનો મીણો (જેશ) ચડી ગયો છે. તેઓ કહે છે કે અમને ત્રિકાળી વીતરાગસ્વભાવમાંથી પ્રવાહરૂપે જે વીતરાગી પરિણતિ ઉભી થઈ છે તે જૈનધર્મ છે. લ્યો, આવો જૈનધર્મ છે. અને આવાઆવા અનંતા પરિણામનો પીંડ જે જિનસ્વરૂપ છે તે જીવનું સ્વરૂપ છે. (બીજી રીતે કહીએ તો) જૈનધર્મ જે પરિણામમાં વર્તે છે તેવા અનંત-અનંત-અનંત પરિણામ આત્મામાં છે. આવો વીતરાગસ્વરૂપ ત્રિકાળી આત્મા છે તેના આશ્રયે વીતરાગ ધર્મ પ્રગટ્યો છે અને વર્તે છે એમ કહે છે. લ્યો, મને જૈનધર્મ છે કે નહીં તેની પોતાને ખબર