________________
૧૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પડે છે અર્થાત્ ધર્મ એક વીતરાગ પર્યાય છે અને તે વીતરાગ પર્યાય પોતાને વર્તે છે એવી પોતાને ખબર પડે છે એમ કહે છે. આ હરખ જમણ છે! જેમ લગ્ન પછી હોશનું જમણ કરે તે હરખ જમણ કહેવાય તેમ આ જૈનધર્મ આત્માના આનંદની હોંશનું ભોજન છે એમ કહે છે. જુઓ તો ખરા જૈનધર્મની વ્યાખ્યા !
જૈનધર્મ ક્યાં રહેતો હશે? મંદિરમાં કે પુસ્તકમાં?
જૈનધર્મ જ્યાંથી પ્રગટે છે ત્યાં રહે છે. ત્રિકાળી ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ વીતરાગતા, પૂર્ણ શાંત-શાંત-શાંતરસ સ્વરૂપ છે. ત્યાંથી પ્રગટતો શાંતરસમય એવો અકષાયભાવ (-જૈનધર્મ) આત્મામાં રહે છે અને જયવંત વર્તે છે. આમ કહીને ધન્ય રે મુનિ ધન્ય! કે જેને જૈનધર્મ જયવંત વર્તે છે અને તેણે જીવન જીવી જાણ્યું એમ કહે છે. આપણે સ્તવનમાં પણ આવે છે ને? કે ‘જીવી જાણ્યું નેમનાથે જીવન'. (સ્તવનાવલી) તેમ અહીં કહે છે કે ‘જીવી જાણ્યું મુનિએ જીવન જૈનધર્મના પરિણામથી.' આવો ભારે જૈનધર્મ છે.
-
અહા ! જૈનધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. જિનવીતરાગ પરમાત્મસ્વરૂપ આત્માના આશ્રયે વીતરાગતા પ્રગટ થાય તે જૈનધર્મ છે અને તે તો વસ્તુની સ્થિતિ છે. માટે જૈનધર્મ કોઈ પક્ષ કે વાડો નથી. અહીં મુનિરાજે એમ કહ્યું કે જૈનધર્મ (મારી પર્યાયમાં) જયવંત વર્તે છે. તે ક્યાંય બીજે વર્તે છે એમ નથી. મારો ભગવાન આત્મા પ્રસન્ન થઈને મારી પર્યાયમાં આવ્યો છે, મારો ભગવાન આત્મા કૃપા કરીને વીતરાગરૂપ થઈને પરિણામમાં આવ્યો છે, તેથી તે જયવંત વર્તે છે અર્થાત્ મને અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ આનંદ ને વીતરાગભાવના વેદનમાં હું છું અને તે જૈનધર્મ છે એમ મુનિરાજ કહે છે.
આવો વીતરાગધર્મ છે તો પછી આ બધું -
―
મંદિર બનાવવા વગેરે શા માટે?
ભાઈ! એ બધું તો તે કાળે થવાનું હોય તો તેને લઈને થાય. (હા), તે કાળે જીવને શુભભાવ હોય તો તેને નિમિત્ત કહેવામાં આવે છે. છતાં તે શુભભાવ જૈનધર્મ નથી અને છતાં પણ તે આવે છે. આ વાત ભારે છે! ગજબ છે!
અહો! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માના સમીપમાં ગણધરો અને સંતો નિજ અંતરના પરિણામમાં વર્તતા હોય છે. આવા તે નિત્યાનંદના અનુભવીને અહીં જૈનધર્મી કહે છે તથા તે (નિજ અંતરના) પરિણામને જૈનધર્મ કહેવાય છે. પણ છકાયની – એકેંદ્રિય