________________
૨૩૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કરશે કે આનંદને મેળવશે એવી (ભવિષ્યની કે ભેદની) વાત, કહે છે કે, અહીંયા નથી. પરંતુ તેમને આનંદમય પરિણતિ પરિણમી ગઈ છે. જેવો આત્માનો અતીંદ્રિય આનંદ સ્વભાવ છે એવી જ પરિણતિ તેમને પરિણમી ગઈ છે. અહા! ભગવાનનું સ્વરૂપ સુખરૂપે પરિણમ્યું છે, જ્યારે (અજ્ઞાનીનું) પરિણમન સંસારના દુઃખરૂપે પરિણમ્યું છે. આમ કહીને એ સુખરૂપ પરિણમન શરીર, મન કે વાણીને લઈને થયું નથી એમ કહે છે.
અહા! જેવી રીતે સંસારમાં પુણ્ય અને પાપના વિકારરૂપે-દુઃખરૂપે પરિણમન છે તે જીવની દશા-અવસ્થા છે, (તે કાંઈ બીજાને લઈને નથી) તેવી રીતે આ સુખરૂપ પરિણમન પણ જીવની અવસ્થા છે, તે પરિણમન કાંઈ બધાને—લોકાલોકને જાણે છે માટે જીવને સુખરૂપ છે એમ નથી. જો થોડા જ્ઞેયને જાણવાથી (થોડું) સુખ હોય તો ત્રણ કાળ અને ત્રણ લોકને જે જાણે તેને કેટલું સુખ હોય?
શ્રોતા :- ઢગલાબંધ સુખ હોય.
પૂજ્ય ગુરુદેવશ્રી :- ખોટી વાત છે. કેમ કે પરને જાણવું એ સુખ જ નથી. અંદર સુખરૂપ-આનંદરૂપ પરિણતિ પ્રગટ થાય તે સુખ છે. સમજાણું કાંઈ? અહા! સમ્યગ્દર્શનમાં—ધર્મની પહેલી દશામાં - પણ અંશે સુખરૂપ-આનંદરૂપ પરિણતિ પ્રગટ થાય છે, જ્યારે આ અરિહંતને પૂર્ણ આનંદની પરિણતિ પ્રગટ થઈ છે એમ કહે છે. આમ કહીને પોતાની પણ વાત કરે છે કે મુનિઓને તેમની ભૂમિકાને યોગ્ય અતદ્રિય આનંદની પરિણતિરૂપે સ્વરૂપ પરિણમ્યું છે, અતીંદ્રિય આનંદ-સુખરૂપ પરિણતિ છે. અહીં કહ્યું કે અરિહંતને પૂર્ણ સુખ છે. અહીં આમ કહીને આગળ એમ કહેશે કે એ (અરિહંત ભગવાન) જયવંત છે.
“પાપછીનાશવ: પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે.' છીનાશ= યમ. ભગવાન તો પાપના ીનાશ છે. અર્થાત્ પાપનો નાશ કરવા માટે યમરૂપ છે. એવી રીતે ભગવાન આત્મા પણ પાપ શબ્દે પુણ્ય ને પાપના વિકલ્પોનો નાશ કરવા માટે યમ સમાન છે. અહા! અતીદ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લીધો ત્યાં, કહે છે કે, એ ભગવાન આત્મા તો વિકારનો નાશ કરવા માટે યમ સમાન છે. જ્ઞાનીને (સ્વભાવના આશ્રયે) વિકારમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે અને તેથી વિકારનો નાશ કરવા માટે આત્માનો સ્વભાવ યમરૂપ છે એમ કહેવામાં આવે છે.
‘તમવરિતા: ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે.’ જુઓ,‘ભવના પરિતાપ' કહીને ખૂબી કરી છે કે ચારેય ગતિનો પરિતાપ છે એટલે કે ચારેય ગતિમાં આકુળતા છે એમ કહે છે. અરે! સ્વર્ગમાં પણ પરિતાપ જ છે, ત્યાં સુખ છે નહીં.