________________
ગાથા – ૭૧]
[૨૩૭
વાગતા નથી, પણ તેમણે, કહે છે કે, કામદેવને મારી નાખ્યો છે, જીતી લીધો છે. અતીન્દ્રિય આનંદનો નાથ એવા ભગવાન આત્માનું અવલંબન લઈને પર તરફની વૃત્તિઓનો ભગવાને નાશ કરી નાખ્યો છે એટલે કે કામબાણને જીતી લીધાં છે. ‘રતિપતિ' એટલે કામદેવ અને ‘વાપ' એટલે બાણ. રતિપતિના ચાપને-બાણને ભગવાને જીત્યા છે. – એ પહેલાં પદનો અર્થ થયો.
‘સર્વવિદ્યાપ્રવી: સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે.” ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશે છે. જો કે ભગવાન તો શ્રુતજ્ઞાનને પ્રકાશે છે. પણ એ શ્રુતજ્ઞાનમાં આખો-બધો પ્રકાશ (જ્ઞાન) આવી જાય છે (અને તેથી ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશ છે એમ કહેવાય છે.) પરમ દિવસે - અષાઢ વદ એકમે - આવ્યું હતું ને ભાઈ? કે ભગવાન કેવળજ્ઞાનને પ્રકાશતા નથી, પણ ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે. ‘ધવલ”માં આવે છે કે ભગવાન ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે. કેમ કે જેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તેને આ વાણી નિમિત્ત થાય છે. તેથી ભગવાન ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ કરે છે એમ કહેવામાં આવે છે. નહીંતર કેવળજ્ઞાનને શું (કેવી રીતે) પ્રકાશે? સમજાણું કાંઈ?
અહીં કહે છે કે ભગવાન સર્વ વિદ્યાઓના પ્રકાશક છે એટલે કે ભગવાનની વાણી પ્રકાશમાં –ખરતાં બધો પ્રકાશ થઈ જાય છે, ભાવશ્રુતજ્ઞાનની અંદર કેવળજ્ઞાન કેવું હોય આદિ બધું આવી જાય છે. અહા! શાસ્ત્રમાં ભગવાનની દિવ્યધ્વનિ કેવળજ્ઞાનને પ્રકાશ છે એમ નથી લીધું, પણ ભાવશ્રુતજ્ઞાનને પ્રકાશે છે એમ લીધું છે. ભગવાન અર્થકર્તા છે. ‘અર્થકર્તા'નો અર્થ એ છે કે તેઓ ભાવકૃતને કહે છે અને તે પછી દ્રવ્યકૃતની રચના ગણધર કરે છે, માટે તેઓ સૂત્રકર્તા છે. અહીં કહ્યું કે, સર્વ વિદ્યાઓના ભગવાન પ્રદીપ = પ્ર + દીપ = વિશેષે દિવો–પ્રકાશ કરનાર છે. લ્યો, સર્વ વિદ્યાઓના જે પ્રકાશક છે તેને (સાચા) પ્રદીપ કહીએ એમ કહે છે. એટલે કે જગતમાં જ્ઞાનાદિરૂપ બધી વિદ્યાઓ છે તેને જે પ્રકાશે તેને (ખરેખર) પ્રદીપ કહીએ એમ કહે છે.
‘પરિતિકુY: સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે.” અનાદિથી પુણ્ય-પાપના વિકારપણે પરિણમન હતું એ દુઃખરૂપે હતું. પણ હવે સુખરૂપે ભગવાનનું સ્વરૂપ પરિણમી ગયું છે. જુઓ, ‘સુખ મળ્યું છે કે પ્રાપ્ત થયું છે' - એમ (ભેદથી) નથી કહ્યું. પરંતુ (અભેદથી) સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે' – એમ કહ્યું છે. સમજાણું કાંઈ? અહા! અહીંયા સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકરદેવ શ્રી પદ્મપ્રભુને યાદ કરે છે ને? તેથી કહે છે કે ભગવાનની પર્યાયમાં અતીન્દ્રિય આનંદરૂપ પરિણમન થઈ ગયું છે. તેઓ આનંદને પ્રાપ્ત