________________
ગાથા – ૭૧]
[૨૩૯
પ્રશ્ન :- આ બધા પૈસાવાળા સુખી કહેવાય કે નહીં? “શેઠ સાહેબ, શેઠ સાહેબ'એમ માણસો કરે તો એમાં જીવને કાંઈક સુખ તો થતું હશે કે નહીં?
સમાધાન :- ભાઈ. તેમાં તો આકુળતા થાય એમ અહીં કહે છે. અહા! ચારેય ગતિમાં આકુળતા છે એમ અહીંયા તો કહે છે.
શ્રોતા :- નોકર ‘શેઠ સાહેબ ન કહે તો આકુળતા થાય. નહીંતર આકુળતા શા માટે થાય? મજા પડે.
પૂજ્ય ગુરુદેવશ્રી :- ભાઈ! તેં માન્યું છે કે તેમાં મજા છે.) ત્યાં તને સુખની કલ્પના થઈ છે, (પણ સુખ છે નહીં). જુઓ ને! શું કહ્યું આ? કે ભવમાં આકુળતા છે. બીજું જોયું? કે ભવનો માત્ર તાપ’ એમ નથી કહ્યું, પરંતુ પરિતાપ' કહ્યો છે. અહા! ચારેય ગતિના ભવોમાં કષાયરૂપી અગ્નિ સળગે છે એમ કહે છે. આ શેઠ, રાજા ને દેવાદિ બધા કષાયરૂપી અગ્નિથી સળગે છે. જે આ રૂપિયાવાળા ( રૂપિયાની મમતાવાળા) દેખાય છે, સ્ત્રી-પુત્ર-કુટુંબીવાળા (તેની મમતાવાળા) દેખાય છે તે બધા ભવના પરિતાપવાળા છે હોં, (પણ સુખી નથી.) અને આવો જે ભવનો પરિતાપ છે તેને ભગવાને દત-હણી નાખ્યો છે. અહા! ભાષા તો એમ જ આવે ને? કે “હણી નાખ્યો'. એ સિવાય ઉપદેશમાં શું આવે? ‘પરમાત્મપ્રકાશ” માં પણ નથી કહ્યું કે અરે! અનાદિના (કર્મરૂપી) બંધુને તે મારી નાખ્યો હો. તું બંધુનો મારનાર છો. લ્યો, આત્માને (-જ્ઞાનીને) માટે એમ કહ્યું છે. તારા (કર્મરૂપી) બંધવને—કે જે તારી સાથે રહેનારો હતો તેને – તે મારી નાખ્યો. તે બિચારો તારી સાથે રહેતો હતો – જ્યાં તું જાય ત્યાં તે સાથે ને સાથે રહેતો હતો. અરે! રસ્તામાંય (-વિગ્રહગતિમાં પણ) સાથે હતો. આ રીતે એક સમય પણ દૂર ન રહે એવો તે મિત્ર હતો. છતાં તેને મારી નાખ્યો. અર્થાત્ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો ત્યાં કર્મનો નાશ થઈ ગયો. લ્યો, સ્વરૂપમાં આરૂઢ થવું એ એક જ કર્મના નાશનો ઉપાય છે, કર્મના નાશની ક્રિયા છે.
અહીં કહે છે કે ભવના પરિતાપનો–આકુળતા...આકુળતા..આકુળતાનોભગવાને નાશ કર્યો છે. અહા! ભગવાનને વીતરાગ પર્યાયરૂપ પરિણમન કોઈ રાગ, નિમિત્ત કે અનુકૂળ શરીર હતું માટે થયું એમ છે નહીં. પરંતુ અનાદિનો આત્મામાં વીતરાગ સ્વભાવ છે તે વીતરાગ પર્યાયના પરિણમનમાં અનુકૂળ છે અને તેથી વીતરાગ પર્યાય પરિણમી છે.