________________
* પ્રકાશકીય નિવેદન *
અધ્યાત્મનિધિનાં સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મહાન ઉપકાર આપણા ઉપર છે કે તેઓશ્રીનાં પાવન પ્રતાપે આ યુગમાં અધ્યાત્મતત્ત્વનાં શ્રવણની તેમ જ અભ્યાસની રુચી જાગ્રત થઈ છે.
નિયમસાર-શાસ્ત્ર પરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું આ તૃતિય પુસ્તક શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૩ પ્રકાશિત કરતાં અમોને અત્યંત આનંદનો અનુભવ થાય છે.
જેમ નિયમસાર-શાસ્ત્રનાં મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ પણ મહા પવિત્ર નિગ્રંથ મુનિ છે. ટીકાના કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઊંડી આધ્યાત્મિકતાની તેમ જ તેમનાં વિશુદ્ધ બ્રહ્મચર્યતેજની પ્રભા ઝળકી રહી છે.
શ્રી કુંદકુંદાચાર્ય રચિત શાસ્ત્રોમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, જેટલાં પ્રસિદ્ધિમાં છે તેટલું આ શ્રી નિયમસાર-શાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું. પરંતુ મુમુક્ષુઓનાં સદ્દભાગ્યે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રતાપે તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું છે.
પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ આજથી લગભગ ૬૧ વરસ પહેલાં શ્રી નિયમસાર-શાસ્ત્ર પર પ્રવચનો કર્યા. તે વખતે તેઓશ્રીની ઊંડી દૃષ્ટિએ તેમાંનાં અતિગંભીર ભાવોને પારખી લીધા.
શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરૂથી જ નક્કી કર્યા મુજબ આચાર્ય શ્રી કુંદકુંદદેવનાં પાંચેય પરમાગમો પર થયેલા પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોને છપાવવાનો નિર્ણય કરેલ છે. તે મુજબ શ્રી સમયસાર-શાસ્ત્ર પરનાં પ્રવચનોનાં ૧૧ ભાગ શ્રી પ્રવચન-રત્નાકરશાસ્ત્રરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમાંના ત્રણ ભાગ તો પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં જ પ્રકાશિત થયા હતા.
પ્રસ્તુત પુસ્તક કેટલાંક અનિવાર્ય સંજોગાનાં લીધે જેટલું વહેલું છપાવવું જોઈતું હતું તેટલું વહેલું અને પ્રકાશિત કરી શક્યા નથી તેનું દુ:ખ છે. પણ હવે એ તરફનો પુરુષાર્થ ઉપડ્યો છે અને શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૪ પણ તૈયાર થઈ રહેલ છે.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં દેહવિલય પછી સમાજમાં એક અવકાશ (Vacum) છવાઈ ગયો, જેના કારણે દરેક કાર્યમાં વિલંબ થતો ગયો. એક મહાપુરુષનાં નિમિત્તે કેટલું બધું કામ સહજતાથી થઈ જતું ! હવે તે મહાપુરુષની અનુપસ્થિતિમાં હજુ પણ તેમને સાક્ષાત્ સાંભળેલ