________________
૨૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શ્રોતા :- પણ બહુ ગરમી લાગતી હોય તો શું કરવું?
પૂજ્ય ગુરુદેવશ્રી :- સહન કરવી. વાત તો એવી છે ભાઈ! કેટલાક છોકરાઓ પણ હાથમાં નાનું શાસ્ત્ર હોય તેનો કાગળનો પંખો બનાવે અને પવન ખાય છે. ભાઈ! એવું કાર્ય ન કરાય. એ તો શાસ્ત્રની અશાતના કહેવાય. અહીં કહે છે કે યક્ષ ભગવાનના ચરણયુગલમાં નમે છે એટલે કે ચામર ઢાળે છે. એ તો ભગવાનના પુણ્યને કારણે દેવોઈદ્રો આવીને ચામર ઢાળે છે. નહીંતર તેઓ ચામર ઢાળે તેથી ભગવાનને શું લાભ? તેઓ ચામર ઢાળે તેથી ભગવાનને હવા લાગે અને ગરમી ઉડી જાય એવું કાંઈ છે નહીં. કેમ કે ભગવાન તો પૂર્ણ અતીન્દ્રિય આનંદમાં બીરાજમાન છે. છતાં ભક્તો ભક્તિના ભાવથી ચામર ઢાળે છે.
‘તત્ત્વવિજ્ઞાનક્ષ: તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (-ચતુર) છે.” અરિહંત સર્વજ્ઞ પરમાત્મા જગતમાં જેટલી વિદ્યાઓ અને જ્ઞાન છે તે બધામાં પ્રવીણ છે. જગતમાં કોઈ વળી મંત્રને જાણે છે, કોઈ વળી તંત્રને જાણે છે અને કોઈ વળી વિદ્યા જાણે છે.એમ હોય છે ને? જ્યારે ભગવાન તો બધાયમાં પ્રવીણ છે. છતાં કાંઈ કરે નહીં હોં. જુઓ ને! તેથી તો ભગવાન તત્ત્વવિજ્ઞાનમાં ચતુર છે એટલી જ વાત લીધી છે, પણ કોઈનું કાંઈ કરે એમ વાત લીધી નથી.)
‘કૃતવૃધનનશિક્ષ: બુધજનોને જેમણે શિક્ષા (-શિખામણી આપી છે.” લ્યો, અજ્ઞાનીને - અબુધને તેમણે શિક્ષા નથી આપી, પણ પાત્ર-રૂડા જીવો છે તેને ભગવાને શિક્ષા આપી છે એમ કહે છે. એટલે કે જેને શિક્ષા લાગુ પડે છે (જે ભગવાનની શિક્ષા પ્રમાણે પરિણમે છે) એ જ્ઞાનીને શિક્ષા આપી છે એમ કહે છે. તો, કહ્યું કે બુધજનોને ભગવાને શિખામણ આપી છે.
પ્રશ્ન :- પણ એ બુધજનો (-જ્ઞાનીઓ) તો સમજેલા છે?
સમાધાન :- ભાઈ ! સમજેલાને (-જે સમજ્યા છે તેને સમજાવ્યા છે એમ કહેવાય છે. પણ અણસમજેલાને (-જે સમજ્યા નથી તેને) સમજાવતા નથી, કેમ કે એ સમજણ કરતો નથી.
હવે છેલ્લું પદ છે : ‘પ્રનિર્વાણવીક્ષ: નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે.” ભગવાને નિર્વાણની પ્રાપ્તિ થાય એવી દીક્ષા કહી છે. અર્થાત્ જે દીક્ષાથી મોક્ષ થાય એવી દીક્ષા