________________
ગાથા – ૭૧]
[૨૪૫
ભગવાન ઉચ્ચર્યા છે, પણ સ્વર્ગ મળે કે અનુકૂળતા મળે એવી દીક્ષા કહી નથી એમ કહે છે.
અજ્ઞાની કહે છે કે બે ઘડી જો સાધુપણું આવે–દીક્ષા લે–તો તેના કપાળમાં સ્વર્ગ તો ખરું જ (સ્વર્ગ તો મળશે જ). – આવું ર000 ની સાલમાં રાજકોટમાં સાંભળ્યું હતું. પરંતુ ધૂળમાંય એમ નથી સાંભળને હવે અહીંયા તો ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે એમ કહે છે. કારણ કે સ્વર્ગ મળે એ દીક્ષાનું સ્વરૂપ છે જ નહીં. અરેરે! આવી (-સ્વર્ગાદિ મળશે એવી) લાલચ આપીને કુગુરુ બીજાને મુંડે છે. દીક્ષા લેવાથી સ્વર્ગ મળશે અને ત્યાં પછી મજા પડશે, ત્યાં ખાવા-પીવાની (માથાકૂટ) હોય નહીં ને હજારો વર્ષે ખાવા-પીવાની ઈચ્છા થાય – એમ કહીને કુગુરુ લાલચ આપે છે. પણ ભાઈ! (શુભભાવથી) કદાચ સ્વર્ગ મળે તોય એમાં શું થયું ? અહીં તો પહેલાં કહ્યું કે બધાય ભવ પરિતાપવાળા છે અર્થાત્ કલેશ અને આકુળતાવાળા છે. (શ્લોક ૯૮). તો શું દીક્ષા લઈને તારે ભવમાં (-આકુળતામાં) જવું છે? શું ભવ મળવો એ દીક્ષાનું ફળ હોય? (ના.) અહા! દીક્ષા તો એને કહીએ કે જેનાથી નિર્વાણ પ્રાપ્ત થાય. તેથી અહીં કહ્યું છે કે ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે.
વળી અજ્ઞાની કહે છે કે કોઈ પાપમાં જાય એ કરતાં દીક્ષા લે તો થોડાંક પુણ્ય તો કરશે? અને તેથી ગતિ તો સુધરશે? અહીં કહે છે કે જો તું આવું માને અને જાણે છે તો) તારા શ્રદ્ધા, જ્ઞાનાદિ બધાં જ ખોટા છે. કેમ કે જે દીક્ષાના ફળમાં તું સ્વર્ગ માગે છે તે સ્વર્ગના કારણમાં તો પુણ્ય છે. (તેમ જ તને સ્વર્ગની ઈચ્છા છે તો તેનો અર્થ એ થયો કે તને પુણ્યની ઈચ્છા છે) અને પુણ્યની ઈચ્છાવાળો તો મિથ્યાદષ્ટિ છે. જ્યારે ધર્મને તો આત્માના પૂર્ણ સ્વભાવની ભાવના હોય છે અને તેને સાચી દીક્ષા હોય છે. અહા! સમ્યગ્દર્શન-શાન સહિત સ્વરૂપની રમણતારૂપ દીક્ષા જેણે ગ્રહણ કરી તેને એ દીક્ષા નિર્વાણનું કારણ છે તથા એ દીક્ષાને સાચી દીક્ષા કહીએ એમ અહીં કહે
અજ્ઞાની કહે છે કે અરે! કોઈ દીક્ષા લેશે એટલે હવે તે પાપથી—ચૂલાની અગ્નિ સળગાવવારૂપ છકાયની હિંસાના આરંભથી–તો છૂટશે? કાંઈક તો બિચારાનું સારું થશે?એવી વાતો અજ્ઞાની કરે છે. પણ ભાઈ! તેનાથી શું સારું થશે? શુભભાવથી તો અનાદિનો જે સંસાર છે તે જ રહેશે. અહીં કહે છે કે જેનાથી નિર્વાણ—કેવલજ્ઞાન– મુક્તિ—થાય એવી જે દીક્ષા છે એટલે કે આત્માના શુદ્ધસ્વભાવમાં આચરણરૂપ જે